Site icon

મુંબઈ પોર્ટ ટ્રસ્ટની ડિમાન્ડ નોટિસ સામે વેપારીઓ અને દક્ષિણ મુંબઈના રહેવાસીઓ ઉગ્ર વિરોધ- એકજુટ થઈને લડવાની હાકલ

News Continuous Bureau | Mumbai

દક્ષિણ મુંબઈમાં(South Mumbai) પોતાની માલિકીની જગ્યાના ભાડામાં એકઝાટકે મોટો વધારો કરનારી મુંબઈ પોર્ટ ટ્રસ્ટના(Mumbai Port Trust) આવા મનમાનીભર્યા વલણ સામે સ્થાનિક રહેવાસીઓની( local residents) સાથે હજારો વેપારીઓએ(traders) કમર કસી છે.

Join Our WhatsApp Community

ઈસ્ટર્ન મુંબઈ લેન્ડ યુઝર્સ અસોસિયેશનની(Eastern Mumbai Land Users Association) તરફથી પોર્ટ ટ્રસ્ટની જમીન પર વસેલા દુકાનદારો અને રહેવાસીઓની એક મોટી સભા યોજવામાં આવી હતી. મુંબઈ પોર્ટ ટ્રસ્ટ તરફથી મોકલવામાં આવેલી ડિમાન્ડ નોટિસના(Demand Notice)  વિરોધમાં આ સભાનું આયોજન રે રોડના દારૂખાના સ્થિત લકડી બંદર સ્થિત બોમ્બે મરીન એન્જિનિયરિંગ વર્કસની(Bombay Marine Engineering Works) જગ્યામાં કરવામાં આવ્યું હતું. આ સભામાં હજારોની સંખ્યામાં લોકોએ હાજરી પૂરાવીને પોર્ટ ટ્રસ્ટે ફટકારેલી ડિમાન્ડ નોટિસનો વિરોધ કરવામાં આવ્યો હતો.

આ સભામાં અનેક માન્યવરો અને નિષ્ણાતોએ હાજરી પૂરાવીને લોકોનું માર્ગદર્શન કર્યું હતું. તેમ જ આ નોટિસના સંદર્ભમાં આગળની રણનિતી મુદ્દે ચર્ચા પણ કરવામાં આવી હતી. તેમ જ તમામ અસરગ્રસ્તોને એકજુટ થઈને લડવાની અપીલ કરવામાં આવી હતી.

કામગાર નેતા મોહન ગુરનાનીએ(Mohan Gurnani) કહ્યું હતું કે બધાએ એકજુટ થઈને આ લડત લડવી પડશે. વેપારીઓને પોતાની વોટ બેંક બનાવી પડશે. આજે નોટિસ આવી છે, કાલે ઘરથી બહાર કાઢશે. બધાએ એક થઈને પોતાની તાકાત દેખાડવી પડશે. વેપારી દરેક સંકટમાં દેશની સાથે ઊભો હોય છે. સૌથી મોટો દેશભક્ત હોય છે. જેને જેને નોટિસ આવી છે, તેણે પોતાનો જવાબ આપવાનો રહેશે. આપણે મળીને કાયદાની મદદ લેવી પડશે. સંગઠની સાથે મળીને લડત લડવી પડશે. કોલાબાથી વડાલા સુધી લોકોને સર્તક રહેવું પડશે. ડેવલપમેન્ટના વિરોધમાં આપણે નથી. પરંતુ પોર્ટ ટ્રસ્ટના મનસ્વી વલણ સામે લડવું પડશે એવી હાકલ પણ તેમણે કરી હતી.

આ સમાચાર પણ વાંચો : વીકેન્ડની મજા માણવા જતા મુંબઈગરા માટે સારા સમાચાર- ગત 36 કલાકથી બંધ મુંબઈની બહાર જતો આ માર્ગ ફરીથી ટ્રાફિક માટે ખુલ્લો મુકાયો 

આ સભામાં  પ્રેસીડન્ટ સી.એ.એ.એમ.આઈ.ટી(President C.A.A.M.I.T) મોહન ગુરનાની, એડવોકેટ પ્રેરક ચૌધરી(Advocate Prerak Chaudhary,), ડીઆઈએસએમએ.ના ઉપાધ્યક્ષ રાજીવ ખંડેલવાલ, પરવેઝ ઉપર, ઈબ્રાહિમ સૂર્યા, પ્રીતિ શેનોય, અશોક ગર્ગ ચેરમેન ડીસ્મા, હરિદ્વાર સિંહ, સુભાષ ગુપ્તા સહિત અનેક લોકો હાજર રહ્યા હતા. તમામ વેપારી, દુકાનદારો અને રહેવાસી, કામગારોએ એકજુટ થઈને આ નોટિસના વિરોધમાં લડવાનો નિર્ણય લીધો હતો.

Digital arrest scam: મુંબઈમાં ‘ડિજિટલ એરેસ્ટ’ સ્કેમ: મુલુંડના ૭૨ વર્ષીય વૃદ્ધા સાથે ₹૩૨ લાખની છેતરપિંડી
Kalachowki Police: ૨૫ વર્ષથી ફરાર આરોપી આખરે સતારામાંથી ઝડપાયો: કાળાચોકી પોલીસની મોટી સફળતા
Mira Bhayandar mini cluster: મીરા-ભાઈંદરમાં ઓછામાં ઓછી ૫ ઈમારતોના ગ્રુપને મળશે ‘મિની ક્લસ્ટર’નો લાભ
MNS protest Mumbai: મુંબઈના ગિરગાંવની ગુજરાતી રેસ્ટોરન્ટમાં મરાઠી ભાષા પરથી MNSનો હંગામો; ૧૫ દિવસમાં કાર્યવાહીની માગણી
Exit mobile version