Site icon

મુંબઇની જૂની ચાલીઓના રહેવાસીઓને જાહેર શૌચાલયમાંથી છૂટકારો મળશે; પાલિકાએ લીધો આ નિર્ણય; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 24 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

બુધવાર

મુંબઇની જૂની ચાલીઓમાં વસતા લોકોને આજે પણ શૌચાલયની સમસ્યા છે. ઘરમાં શૌચાલય ન હોવાથી તેમને સાર્વજનિક શૌચાલયમાં જવું પડે છે. આ જાહેર શૌચાલયો કોરોના રોગનું સંક્રમણ ફેલાવી શકે છે. તેથી બધાના ઘરમાં શૌચાલય બાંધવા માટે પરવાનગી આપવા બાબતે મુંબઇ મહાનગર પાલિકા બહુ જલદી પોલીસી તૈયાર કરશે. એના માટે ડેવલેપમેન્ટ પ્લાનિંગ વિભાગ તથા ઇમારત પ્રસ્તાવ વિભાગના વિશેષ કક્ષને કાર્યવાહી શરૂ કરવાનો આદેશ પ્રશાસને આપ્યો છે.

મુંબઇના પરા અને શહેરી વિસ્તારમાં અનેક ભાગોમાં જૂની ચાલીઓમાં કોમન શૌચાલય હોય છે. હાલની પરિસ્થિતિમાં કુટુંબના સભ્યોની સંખ્યા વધારે હોય ત્યાં અગવડ થાય છે. ઉપરાંત સીનિયર સીટીઝનો માટે આવા જાહેર શૌચાલય કોવિડના સમયમાં હાનિકારક સાબિત થઈ શકે છે. આ વાતને આધારે જૂની ચાલીઓમાં દરેક માળાઓ પરના સાર્વજનિક શૌચાલય ધરાવતી ઇમારતોનું સ્ટ્રક્ચરલ ઓડિટ કરીને દરેકના ઘરમાં શૌચાલય બાંધવાની પરવાનગી આપવામાં આવે તેવા ઠરાવની સૂચના રજૂ કરવામાં આવી હતી. પાલિકાના સભાગૃહે આ પ્રસ્તાવને મંજૂર કર્યો હતો.

મુંબઈગરા માટે કોરોના બાબતે રાહતના સમાચાર; ગત મહિનાની તુલનાએ સીલ કરાયેલી ઇમારતમાં આટલો મોટો ઘટાડો; જાણો આંકડા

આ પ્રસ્તાવ પર સભાગૃહમાં પ્રશાસને પોતાનો અભિપ્રાય રજૂ કર્યો હતો. સ્ટ્રક્ચરલ ઓડિટ કરીને જૂની ઇમારતોમાં દરેકના ઘરમાં શૌચાલય બાબતે પોલીસી તૈયાર કરવા પાલિકાએ વિકાસ નિયોજન વિભાગ અને બિલ્ડીંગ પ્રપોઝલ વિભાગને આદેશ આપવામાં આવ્યો હોવાની માહિતી મળી છે.

Maha Mumbai Metro energy savings: મહા મુંબઈ મેટ્રોનું ‘સ્માર્ટ રન’: વીજળીના વપરાશમાં 13% ઘટાડો, ₹12.79 કરોડની જંગી બચત
Mira Bhayandar mini cluster scheme: મિની ક્લસ્ટર યોજનાનો વ્યાપ વધ્યો: મિરા-ભાઈંદરમાં ઓછામાં ઓછા 5 ઇમારતોના જૂથને હવે વિકાસની મંજૂરી મળશે
Mumbai honey trap case: મુંબઈમાં ઉદ્યોગપતિ સાથે અસામાન્ય છેતરપિંડી, લિફ્ટ આપીને ફસાયા.
London job visa scam: નેપાળી યુગલને લંડનમાં નોકરી-વિઝાની લાલચ આપી ₹27 લાખની છેતરપિંડી: વીઝા કાઉન્સેલરની ધરપકડ
Exit mobile version