Site icon

શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે? જરૂરી નથી કે કોરોના હોય. મુંબઈમાં ફેલાયો છે આ નવો રોગ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 22 જુલાઈ, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

મુંબઈમાં કોરાનાની બીજી લહેર નિયંત્રણમાં આવી છે, પરંતુ છેલ્લા થોડા દિવસથી લોકોમાં શ્વાસતંત્રને લગતી બીમારી જોવા મળી રહી છે. એથી ફરી એક વખત મુંબઈગરામાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે. શ્વાસ લેવામાં થતી તકલીફ માટે કોરોના નહીં, પણ વાયરલ ફીવર જવાબદાર હોવાનું ડૉક્ટરોનું કહેવું છે.

સામાન્ય રીતે કફ, તાવ અને શરદી જેવાં લક્ષણો જણાતાં જ કોરોના માટેની RT-PCR ટેસ્ટ કરાવી લેવામાં આવતી હોય છે. જેથી કોરોના હોય તો એની તાત્કાલિક સારવાર ચાલુ કરી શકાય. ગયા વર્ષે ચોમાસા દરમિયાન જ લૉકડાઉન હોવાથી કોરાના સિવાયની અન્ય બીમારીના કેસ ઘટી ગયા હતા. જોકે હાલ કોરોનાની અસર ઓછી થઈ છે ત્યારે ડૉક્ટરોએ વાયરલ ફીવર સહિતની અન્ય બીમારીઓ પર ધ્યાન આપવાનું ચાલુ કર્યું છે.

પ્રથમ ગ્રાસે મક્ષિકા! CET રજિસ્ટ્રેશનની વેબસાઇટ પહેલા જ દિવસે બંધ પડી ગઈ; વિદ્યાર્થીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો, જાણો વિગત 

નિષ્ણાત ડૉક્ટરોના કહેવા મુજબ ચોમાસામાં વાયરલ ફીવર વગેરેના કેસ વધી જતા હોય છે. હાલ બાળકો  અને પુખ્ત વયના લોકોમાં તાવ અને શ્વાસને લગતી તકલીફ જણાઈ રહી છે. જોકે એ તમામ કેસ કોરોનાના નથી હોતા, પરંતુ  ચોમાસામાં સામાન્ય ગણાતા વાયરસને કારણે લોકોને શરદી, તાવ અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદો થઈ રહી છે. ખાસ કરીને બાળકોમાં છેલ્લા થોડા દિવસમાં એનું પ્રમાણ વધી ગયું છે.

આવાં લક્ષણો ધરાવતા કેસ આવે તો સામાન્ય રીતે પહેલા તો કોરોનાની જ ટેસ્ટ કરવામાં આવે છે, જે મોટે ભાગે  નેગેટિવ આવે છે.  બાદમાં RSV અથવા રેસપિરેટરી સિન્સિટિયલ વાયરસની ટેસ્ટ કરવામાં આવે છે.  આ વાયરસનો ચેપ લાગ્યા બાદ ઠંડી લાગે છે. સામાન્ય રીતે બાળક અને વરિષ્ઠ નાગિરકોને એનું જોખમ વધારે હોય છે.

ભારતમાં કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીના આંકડા માં ઉતાર ચડાવ જારી, છેલ્લા 24 કલાકમાં આટલા લોકોના નિપજ્યા મોત ; જાણો આજે કેટલા નવા કેસ આવ્યા સામે
 

Kandivali Charkop Accident: કાંદિવલીમાં કાળમુખા ડમ્પરની સ્કૂટીને જોરદાર ટક્કર: ચારકોપ પેટ્રોલ પંપ પાસે અકસ્માત; ચાલકનો ચમત્કારિક આબાદ બચાવ.
Extortion at Groundbreaking Ceremony: મુંબઈના હિલ રોડ પર ભૂમિ પૂજનમાં ટ્રાન્સજેન્ડરોનો હોબાળો: ₹૫.૫ લાખની ખંડણી માંગતા ૪ની ધરપકડ.
BMC Encroachment Drive Dadar: દાદર, માટુંગા અને પરેલમાં ફૂટપાથ પરથી અતિક્રમણનો સફાયો; રાહદારીઓને મળશે અવરોધમુક્ત રસ્તો.
Tragic Suicide in Kalyan: કલ્યાણમાં બેંક કર્મચારીનો આત્મઘાતી અકાળ: ‘રેબીઝ’ થઈ જશે તેવા ભય અને માનસિક તણાવમાં યુવાને ટૂંકાવ્યું જીવન.
Exit mobile version