ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ઑગસ્ટ, 2021
બુધવાર
મહારાષ્ટ્ર સરકારે બુધવારના દિવસે મંત્રાલયમાં મળેલી કેબિનેટની મિટિંગ બાદ અનેક મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે. આ નિર્ણય માંથી એક નિર્ણય એટલે કે હોટલ અને રેસ્ટોરન્ટ ને આખો દિવસ ચાલુ રાખવાની પરવાનગી. મહારાષ્ટ્ર સરકારે નિર્ણય કર્યો છે કે મુંબઈ શહેરની તેમજ આખા મહારાષ્ટ્રની તમામ રેસ્ટોરન્ટ હવે રાત્રે ૧૦ વાગ્યા સુધી ખુલ્લી રહી શકશે.
જોકે આ માટે રાજ્ય સરકારે એવો આદેશ જાહેર કર્યો છે કે રેસ્ટોરન્ટમાં માત્ર 50 ટકા લોકોની હાજરી સાથે ખુલ્લી રાખી શકાશે. આ ઉપરાંત રેસ્ટોરન્ટમાં કામ કરનાર તમામ કર્મચારીઓ એ કોરોના ની રસી ના બે ડોઝ પૂર્ણ કરેલા હોવા જોઈએ. તેમજ આ ડોઝ 14 દિવસ પહેલા લીધા હોવા જરૂરી છે.
આમ મહારાષ્ટ્ર સરકાર એ હોટેલ અને રેસ્ટોરન્ટ ને હાલ છૂટ આપી છે.
