ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 જૂન 2021
સોમવાર
મહારાષ્ટ્રમાં સોમવાર 7 જૂનથી લૉકડાઉનમાં રહેલાં નિયંત્રણોને શિથિલ કરવામાં આવ્યાં છે. એમાં સાંજે ચાર વાગ્યા સુધી હૉટેલ અને રેસ્ટોરાં ગ્રાહકો માટે ખુલ્લી મુકાઈ છે. ત્યાર બાદ ફક્ત પાર્સલ સર્વિસ ઉપલબ્ધ હશે. હૉટેલ, રેસ્ટોરાં ગ્રાહકો માટે ખૂલી મૂકવાની સાથે જોકે હવે મુંબઈ મહાનગરપાલિકાનું ટેન્શન વધી ગયું છે. મોટી સંખ્યામાં લોકો ખાવા-પીવા માટે હૉટેલ તથા રેસ્ટોરાંમાં જશે, એથી કોરોના ફેલાવાનું જોખમ પણ વધવાની શક્યતાછે. એથી પાલિકાએ અહીં કામ કરતા કર્મચારીઓના વેક્સિનેશન પર ફોકસ કર્યું છે.
પાલિકા પ્રશાસને હૉટેલ, રેસ્ટોરાંમાં કામ કરતા 18 વર્ષથી ઉપરના કર્મચારીઓનાં નામ નોંધવાનો આદેશ સંબંધિત અધિકારીઓને આપી દીધો છે, જેથી કરીને આ કર્મચારીઓને પણ શક્ય હોય એટલી જલદી વેક્સિન આપી શકાય.
