Site icon

મુંબઈમાં ટુ વ્હીલર ચાલકો સહિત પીલીયન રાઈડર્સ માટે ગુરુવારથી આ નિયમ આવશે અમલમાં-અન્યથા આ દંડ ભોગવવો પડશે

 News Continuous Bureau | Mumbai

મુંબઈમાં 9 જૂનથી હેલ્મેટ(Helmet) ફરજિયાત કરવામાં આવી છે. આમ તો ટુ વ્હીલર ચાલકો(two wheeler drivers) માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત પહેલેથી જ હતું. જોકે લોકોને તેનું પાલન કરતા નહોતા. એ સાથે જ ટુ વ્હીલર માં પાછળ બેસનારા એટલે કે પીલીયન રાઇડર(Pillion Rider) માટે પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત રહેશે. અન્યથા લાયસન્સ સસ્પેન્ડ(License suspend) કરવાથી લઈને આકરા પગલાંનો સામનો કરવો પડશે.

Join Our WhatsApp Community

મુંબઈ પોલીસ કમિશનર(Mumbai Police Commissioner) સંજય પાંડેએ(Sanjay Pandey) મુંબઈમાં હેલ્મેટ ફરજિયાત કરવાની અગાઉ જાહેરાત કરી હતી. તે મુજબ આ નિયમ  આવતી કાલથી અમલમાં મુકવાનો છે. નિયમ મુજબ પીલીયન રાઈડરે જો હેલમેટ નહીં પહેરી હોય તો તેનો ફટકો ટુ વ્હીલર ચલાવનારાઓને પણ ભોગવવો પડશે. તેનું લાયસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : સાવધાન મુંબઈગરા- બાઈક પર પાછળ બેઠા છો અને આ નિયમનું પાલન નથી કર્યું તો- શહેરની આટલી ટ્રાફિક ચોકીની નજર રહેશે તમારા પર

મુંબઈ પોલીસે 25 મેના સર્ક્યુલર બહાર પાડીને મુંબઈમાં ટુ વ્હીલરચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરી નાખ્યું હતું. તે માટે 15 દિવસનો સમય આપ્યો હતો. તે મુજબ હવે હેલ્મેટ નહીં પહેનારાઓને આકરો દંડ ભોગવવાની તૈયારી રાખવી પડશે. 

એમ તો મુંબઈમાં 6 એપ્રિલથી હેલ્મેટ ફરજિયાત પહેરવાના નિયમને અમલમાં મૂકવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવી હતી. સ્પેશિયલ ઝુંબેશ હેઠળ હેલ્મેટ સિવાય વાહન ચલાવનારા 2,446 લોકોના લાયસન્સ સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ પણ રિજનલ ટ્રાન્સપોર્ટ(Regional Transport) ઓફિસમાં મોકલવામાં આવ્યો હતો. તો પોલીસે 1,947 હેલ્મેટ નહીં પહેરવા બદલ દંડ પેઠે એક કલાકનો પાઠ ભણાવતો વિડિયો બતાવ્યો હતો.  
 

Mumbai Accident: મુંબઈમાં ગમખ્વાર અકસ્માત: BEST બસે બે યુવકોને કચડ્યા, એકનું મોત, એક ઘાયલ
Mumbai: મુંબઈમાં અનંત ચતુર્દશી પહેલા મળી મોટા આતંકી હુમલાની ધમકી, 400 કિલો RDX સાથે આટલા પાકિસ્તાની આતંકવાદીઓ શહેરમાં ઘૂસ્યા હોવાની મળી બાતમી
Panvel-Borivali-Vasai: મુંબઈ ના મુસાફરો માટે સારા સમાચાર, આ રેલ કોરિડોર ટૂંક સમયમાં શરુ થવા જઈ રહ્યો છે.
Halal Township: મુંબઈ નજીક નેરળ માં આવેલી એક હાઉસિંગ સોસાયટી ના પ્રોજેક્ટ પર વિવાદ, જાણો કેમ NHRC અને NCPCR એ માંગ્યો રિપોર્ટ
Exit mobile version