ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
05 માર્ચ 2021
શું મુંબઈ શહેરની અંદર પણ કાશ્મીર જેવી પરિસ્થિતિ પેદા થઇ રહી છે? મહારાષ્ટ્રની વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના નેતા અને ધારાસભ્ય મંગળ પ્રભાત લોઢાએ ચોંકાવનારી વિગતો સાર્વજનિક કરી. રાજ્ય સરકાર અને પોલીસ પ્રશાસન પર આરોપો વરસાવતાં મંગળ પ્રભાત લોઢા એ કહ્યું ઉત્તર મુંબઈના માલવણી વિસ્તારમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે.
વિધાનસભામાં પોતાનું નિવેદન જણાવતા તેમણે કહ્યું કે ગત પાંચ વર્ષની અંદર માલવણી માં 15000 હિન્દુ મતદાતાઓ ઓછા થયા છે જ્યારે કે બાર હજાર મુસ્લિમ મતદાતાઓની સંખ્યા વધી છે.
પોતાના તીવ્ર આ આરોપો આગળ વધારતાં તેમણે જણાવ્યું કે અહીં હિન્દુઓની જમીન પર મુસલમાનો અતિક્રમણ કરે છે તેમજ મસ્જિદ બાંધે છે. આ ઉપરાંત નમાજ ના સમયે સ્ત્રીઓ ઘરની બહાર ન નીકળે એટલે મહિલા શૌચાલય ને તાળા મારી દેવામાં આવે છે.
પોતાના આરોપો સંદર્ભે પુરાવા આપતા તેમણે જણાવ્યું કે માલવણી ના છેડા નગરમાં 108 હિન્દુ પરિવારો રહેતા હતા જેમાંથી હવે માત્ર 60 હિન્દુ પરિવારો બચ્યા છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે બાંગલાદેશ અને પાકિસ્તાનથી આવનાર મુસલમાનોને માલવણી માં સ્થાન મળે છે અને ત્યારબાદ ત્યાંથી ડ્રગ્સનો કારોબાર થાય છે.
ધારાસભ્ય મંગળપ્રભાત લોઢાના આ તમામ આરોપો પર મંત્રી અસલમ શેખ અને નવાબ મલિકે આક્ષેપ લીધો હતો. તેમજ તેમના પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ગત દિવસો દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ અહીં આવા જ આરોપો હેઠળ જનસંપર્ક નો કાર્યક્રમ કર્યો હતો તેમજ ભાજપના પદાધિકારીઓ પણ માલવણી આવ્યા હતા.
સવાલ એ પેદા થાય છે કે શું માલવણી માં આવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે? અથવા શું તંત્ર તે પ્રત્યે આંખ બંધ કરીને બેઠું છે?
આ પરિસ્થિતિ શું રાતોરાત આવી? એક વર્ષ અગાઉ તો ભાજપની સરકાર હતી તો પછી ત્યારે આ પરિસ્થિતિ કેમ ન અટકી?
ગમે તે હોય ઉત્તર મુંબઈનો માલવણી વિસ્તાર હવે ચર્ચાનો વિષય છે.
