News Continuous Bureau | Mumbai
Rupali Ganguly: મુંબઈ: લોકપ્રિય ટીવી સિરિયલ ‘અનુપમા’માં મુખ્ય ભૂમિકા ભજવનારી અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ મુંબઈના ગોરેગાંવ સ્થિત ફિલ્મ સિટી બહાર મેટ્રોના ચાલી રહેલા બાંધકામના કારણે સર્જાયેલા ભારે ટ્રાફિકને લઈ તંત્ર પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. બુધવારે (૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૫) પોતાના સત્તાવાર X (અગાઉ ટ્વીટર) એકાઉન્ટ પર એક વિડીયો શેર કરતા, રૂપાલીએ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) અને મુંબઈ મેટ્રોના અધિકારીઓની આડે હાથે લીધા હતા.
ઓટોરિક્ષામાં બેઠેલી રૂપાલીએ ટ્રાફિકમાં ફસાયેલા વાહનોનો વિડીયો બનાવ્યો અને પોતાની વ્યથા જણાવી. તેણે જણાવ્યું કે મેટ્રોના કામ માટે લાવવામાં આવેલા મોટા કન્ટેનર અને ટ્રક રસ્તા પર અડચણરૂપ રીતે ઊભા હતા, જેના કારણે રસ્તાનો અડધો ભાગ રોકાયેલો હતો અને ટ્રાફિક જામ થયો હતો.
આ સમાચાર પણ વાંચો :Jogeshwari Tanker Accident:જોગેશ્વરીમાં બેફામ ગતિએ આવતા ટેન્કરની ટક્કરે ૬૩ વર્ષીય વૃદ્ધાનું કરુણ મોત
વિડીયોમાં રૂપાલી ગાંગુલીએ કહ્યું કે, “ફિલ્મ સિટી બહાર છેલ્લા ૫૦ મિનિટથી ટ્રાફિક જામ છે. હું અહીં રાહ જોઈ રહી છું. મેટ્રોનું કંઈક બાંધકામ ચાલી રહ્યું છે. જે કોઈ પણ આ કામ માટે જવાબદાર છે, તેમણે કન્ટેનર સવારે ૩ કે ૪ વાગ્યે લાવવા જોઈએ, જ્યારે બધા લોકો કામ પર જતા હોય તે સમયે નહીં.”
ઉલ્લેખનિય થે કે રૂપાલી ગાંગુલી સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય છે અને તે રાજકીય અને સામાજિક મુદ્દાઓ પર પોતાના મંતવ્યો અને વિચારો વારંવાર શેર કરે છે.