Site icon News Continuous Bureau | Mumbai

કમાલ છે!! બે રશિયન બાંદરા-વરલી સી લીંક ના કેબલ પર ચડી ગયા. પોલીસને લાગ્યું આતંકવાદી કૃત્ય છે, પછી શું થયું? જાણો અહીં.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 10 એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

શનિવાર

મુંબઈની વરલી પોલીસે બે રશિયન નાગરિકોની ધરપકડ કરી છે. આ બંને રશિયન નાગરિકોનો ગુનો એ છે કે તેઓ સ્ટંટ કરવા માટે બાંદરા-વરલી સી લીંક પર ચડી ગયા હતા.

વાત એમ છે કે બુધવારે બે રશિયન નાગરિકો જે રશિયાના સર્કસમાં કામ કરે છે તેઓ ટેક્સીથી બાંદરા-વરલી સી લીંક પહોંચ્યા. ત્યારબાદ તેઓ ત્યાં ઉતરી ગયા અને સ્ટીલના મોટા કેબલ પર ચડવા માંડ્યા. એક વ્યક્તિ કેબલ પર ચઢી રહ્યો હતો જ્યારે બીજો વ્યક્તિ તેના વિડીયો અને ફોટોગ્રાફ પાડી રહ્યો હતો.

ન્યુઝ કંટીન્યૂઝ ગ્રાઉન્ડ રિપોર્ટ : સાત દિવસમાં ગોરેગામમાં કોરોના બમણો થયો. સૌથી ભયાનક પરિસ્થિતિ. જાણો તાજા આંકડા.
 

થોડા સમયમાં આ સંદર્ભે ની જાણકારી પોલીસને મળી અને પોલીસની ટુકડી ઘટના સ્થળ પર દોડી આવી. શરૂઆતમાં પોલીસને લાગ્યું કે આ કોઈ આતંકવાદી કૃત્ય છે. ત્યાર બાદ ખબર પડી કે આ બંને નાગરિકો રશિયાના છે અને તેઓ સર્કસમાં કામ કરે છે તેમજ આ પ્રકારની સ્ટંટની એક્ટિવિટી કરીને લોકોનું ધ્યાન આકર્ષિત કરતા રહે છે.

પોલીસે બંનેની વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી છે.

Bank Fraud in Mumbai લ્યો બોલો, બેંકના જ અધિકારીઓએ મૃત ખાતેદારના એકાઉન્ટમાંથી ₹૨૯.૮૩ લાખ સાફ કર્યા
Gold Scam in Masjid Bunder સોનાના વેપારી સાથે અધધ ₹૪૪ લાખની છેતરપિંડી, ગ્રાહકે અસલી દાગીના સામે ૬ નકલી બિસ્કિટ પધરાવ્યા
Powai Canteen Killing પવઈમાં નજીવી બાબતે ઝઘડો મિત્રએ કાચના ટુકડા પર ધક્કો મારતા રસોઈયાનું મોત
Orange Gate Dumping Civic Halt મુંબઈમાં મેગા પ્રોજેક્ટ અટક્યો, સવાલો વધ્યા! શું ગટરલાઈનમાં કેમિકલ ઠાલવીને પર્યાવરણને જોખમમાં મુકાયું? મનપાએ લીધા કડક પગલાં
Exit mobile version