ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 7 એપ્રિલ 2021
બુધવાર
હાલ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે એનઆઈએ અલગ અલગ જગ્યાએ જઈને સચિન વાઝે સાથે ક્રાઈમ સીન રિક્રિએટ કરી રહી છે. તે દરમિયાન એક ચોંકાવનારી વિગત બહાર આવી છે. મનસુખ હિરેન હત્યાકાંડમાં તેનું નામ ક્યાંય ન સંડોવાય એટલે પોલીસને ચકમો આપવા માટે તેણે પોતાનો મોબાઈલ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં ચાર્જિંગ પર મુક્યો. ત્યારબાદ પોલીસ મુખ્યાલય ની દીવાલ કૂદીને બહાર નીકળ્યો જેથી કાયદેસર રીતે એવું સ્થાપિત થાય કે તે પોલીસ મુખ્યાલય માં હતો તેમજ સીસીટીવી તેને પકડી ન શકે.
અહીંથી તે સીએસટી રેલવે સ્ટેશન પર પહોંચ્યો અને ટ્રેન થી થાણા ઉતર્યો હતો. આમ સચિન વાઝે એક ચોરની માફક કામ કરી રહ્યો હતો.
સવાલ એ ઉભો થાય છે કે શું ખરેખર પોલીસ મુખ્યાલય સુરક્ષિત છે? કારણ કે જો સચિન વાઝે મુખ્યાલય ની દીવાલ કૂદીને બહાર નીકળ્યો અને કોઇની નજરમાં ન આવ્યો તો કોઈ પણ વ્યક્તિ આ જ રીતે દીવાલ કૂદીને પોલીસ કમિશનરની ઓફિસ માં પણ પ્રવેશી શકે છે!! ત્યાં કોઈપણ દુર્ઘટના થઈ શકે છે.
પોતાની જાતને વિશ્વની શ્રેષ્ઠ પોલીસ ગણતી મુંબઈ પોલીસ ના મુખ્યાલય ની પોલ ખોલ થઈ ગઈ છે.
