Site icon

બહુચર્ચિત સાકીનાકા બળાત્કાર- હત્યા કેસમાં 45 વર્ષનો આરોપી દોષી – આ તારીખે સંભળાવવામાં આવશે સજા

News Continuous Bureau | Mumbai 

સેશન્સ કોર્ટે(Sessions Court) ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સાકીનાકા(Sakinaka) ખાતે મહિલા પર બળાત્કાર(Rape) કરીને તેની ઘાતકી હત્યાં કરવા બદલ 45 વર્ષના આરોપીને દોષી ઠરાવ્યો છે. 

કોર્ટે કેવી સજા કરવી તે માટે દલીલો કરવા આ બાબતની સુનાવણી(Hearing) 1 જૂનના હાથ ધરાશે.

આરોપીએ વાહનમાં 34 વર્ષની મહિલા પર બળાત્કાર કર્યો હતો અને ત્યારબાદ તેના ગુપ્ત ભાગમાં સળિયો ઘુસાડી દીધો હતો.

રાજાવાડી હૉસ્પિટલમાં(Rajawadi Hospital) સારવાર દરમિયાન લોહી વહી જવાથી બીજા દિવસે તેનું મૃત્યુ થયું હતું.

આ સમાચાર પણ વાંચો : કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેની મુશ્કેલીમાં વધારો – હવે આ ખાતામાંથી આવી નોટિસ

Exit mobile version