News Continuous Bureau | Mumbai
Salman Khan firing: 14 મી એપ્રિલે સલમાન ખાનના ઘરે ફાયરિંગ થયું હતું આ મામલે ગુજરાતમાંથી મુંબઈ પોલીસે ( Mumbai Police ) બે આરોપીઓની ધરપકડ કરી હતી જે બે આરોપીઓની ધરપકડ થઈ હતી તે માનો એક વ્યક્તિ એટલે કે અનુજ થાપન એ આત્મહત્યા કરી લીધી છે. તેણે બપોરે 12:30 વાગે ની આસપાસ શૌચાલયમાં આત્મહત્યા કરી.
Salman Khan firing: આત્મહત્યા શી રીતે કરી?
આરોપી અનુજ થાપન ( Anuj Thapan ) પોલીસ સ્ટેશનના શૌચાલયમાં બેડશીટના બે ટુકડા લઈ ગયો હતો. ત્યારબાદ તેણે આત્મહત્યાનો ( Suicide ) પ્રયત્ન કર્યો હતો. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. મુંબઈની જીટી હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ ત્યાં તેને મૃત જાહેર કરાયો હતો.
આ સમાચાર પણ વાંચો : BJP : મલાડ વિધાનસભા ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન, ‘મોદીની બાંહેધરી મુજબ ઉત્તર મુંબઈ વિકાસનું ઝળહળતું ઉદાહરણ બનશે’ – પિયુષ ગોયલ.
Salman Khan firing: એક આરોપી પૂરો થયો બીજાનું શું?
હાલ સલમાન ખાનના ઘરે ફાયરિંગના ( Salman Khan House firing ) મામલે તપાસ ચાલી રહી છે ત્યારે હવે માત્ર એક આરોપી વિકી ગુપ્તા ( Vicky Gupta ) બચ્યો છે. આ સમગ્ર મામલાની હવે જ્યુડિશિયલ તપાસ કરવામાં આવશે તેમજ આઝાદ મેદાન પોલીસ સ્ટેશન એ આત્મહત્યાનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
