Site icon News Continuous Bureau | Mumbai

હનુમાન ચાલીસા વર્સિસ નમાઝ: કોલાબામાં સમાજવાદી પાર્ટીની પોસ્ટરબાજી.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

ગુડી પડવાના દિવસે મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેએ મસ્જિદ પર વાગતા ભુંગળા સામે હનુમાન ચાલીસા લગાડવાનાની વિવાદાસ્પદ વાત કરી હતી, તેના હવે ધીમે ધીમે પ્રત્યાઘાત આવી રહ્યા છે. આ દરમિયાન  સમાજવાદી પાર્ટી (SP)ના નેતા અને ધારાસભ્ય અબુ આઝમીએ કહ્યું હતું કે જેઓ મંદિરમાં હનુમાન ચાલીસા વાંચતા હશે તેમને ઠંડા પીણા મોકલવામાં આવશે.

Join Our WhatsApp Channel

મહારાષ્ટ્રમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકર પર વગાડવામાં આવતી અઝાનને લઈને રાજકારણ ગરમાઈ રહ્યું છે. એક તરફ, MNS વડા રાજ ઠાકરેએ જો મસ્જિદોમાંથી અઝાન બંધ ન કરવામાં આવે તો લાઉડ સ્પીકર લગાવવાની અને ડબલ વોલ્યુમમાં હનુમાન ચાલીસા વગાડવાની વાત કરી છે. તો  ભાજપના મોહિત કંબોજે હનુમાન ચાલીસા વગાડવા માટે મફત લાઉડસ્પીકર આપવાની જાહેરાત કરી છે. આ વચ્ચે હવે સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીએ મુંબઈના કોલાબામાં એક જ્યુસની દુકાનની સામે એક પોસ્ટર લગાવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : શું તમને ખબર છે મુંબઈની નવી મેટ્રોમાં સાયકલ લઈ જવાની પણ વ્યવસ્થા છે? જુઓ ફોટોગ્રાફ

અબુ આઝમી દ્વારા મુકવામાં આવેલ પોસ્ટરમાં હિન્દુ સંતો અને મહંતોની તસવીર જોવા મળે છે. પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે તેમના પૂજા સ્થાન પર હનુમાન ચાલીસાનો પાઠ કરતા હિન્દુ ભાઈઓ અને બહેનોને તેઓ ઠંડા પીણા, શરબત, પાણી મોકલશે. સંપર્ક કરવા માટે પક્ષનો ઈમેલ આઈડી પણ હોર્ડિંગ્સ પર લખવામાં આવ્યો છે.

Mumbai Cyber Fraud Cases મુંબઈમાં સાયબર ગઠિયાઓનો તરખાટ ફેક લિંક અને ગુમ ક્રેડિટ કાર્ડ દ્વારા બે અલગઅલગ કેસમાં ₹૨૬ લાખની છેતરપિંડી
Mumbai OTP Farming Syndicate Busted મુંબઈમાં ‘ઓટીપી ફાર્મિંગ’ નેટવર્કનો પર્દાફાશ વેસ્ટ સાયબર પોલીસે ૩ ગઠિયાઓને દબોચ્યા, ૬૬૯ સિમ કાર્ડ જપ્ત
Mumbai Stock Market Investment Fraud શેરબજારમાં રોકાણના નામે ₹૯.૬૮ કરોડની છેતરપિંડી મ્યૂલ એકાઉન્ટ સપ્લાય કરતી ગેંગના ૪ શખ્સો ઝબ્બે
Mumbai Digital Arrest Scam ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે વરિષ્ઠ નાગરિક સાથે ₹૧.૧૨ કરોડની ઠગાઈ મુંબઈ સાયબર પોલીસે ૬ ગઠિયાઓને દબોચ્યા
Exit mobile version