Site icon

વાનખેડે અને નવાબ મલિકનો ઝગડો ફરી ચર્ચામાં, NCB ના અધિકારી સમીર વાનખેડેના પિતા ફરી ગયા કોર્ટમાં; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,21 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

શુક્રવાર.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB )ના અધિકારી સમીર વાનખેડેના પિતા જ્ઞાનદેવ વાનખેડેએ ફરીથી મુંબઈ હાઈકોર્ટમાં NCP નેતા અને મંત્રી નવાબ મલિક વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. તેમણે નવાબ મલિક સામે તિરસ્કારની અરજી દાખલ કરી છે. 

તત્કાલીન NCB મુંબઈના રિજનલ ડાયરેક્ટર સમીર વાનખેડે અને નવાબ મલિક વચ્ચેનો ઝઘડો હજી થોભવાનું નામ નથી લેતો. જ્ઞાનદેવ વાનખેડેએ નવાબ મલિક વિરુદ્ધ તિરસ્કારની અરજી દાખલ કરી છે. નવાબ મલિકે કોર્ટમાં આશ્વાસન આપ્યું હતું કે તેઓ વાનખેડે પરિવાર વિરુદ્ધ કંઈ બોલશે નહીં છતાં મલિક તેમના પરિવાર વિરુદ્ધ નિવેદનો આપવાનું ચાલુ રાખ્યું છે, એવું જ્ઞાનદેવ વાનખેડેએ તેમણે અરજીમાં જણાવ્યું છે.

આખરે સોમવારથી સ્કૂલના ઘંટા ફરી વાગશે, મુંબઈ સહિત મહારાષ્ટ્રની સ્કૂલો 24મીથી ફરી ખુલશે; જાણો વિગત

 અરજીમાં મલિક દ્વારા કરાયેલા ઉલ્લંઘનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આર્યન ખાન ડ્રગ્સ કેસ બાદ નવાબ મલિકે NCB અધિકારી સમીર વાનખેડે પર ગંભીર આરોપો લગાવ્યા હતા. વાનખેડે ખંડણી વસૂલ કરે છે. તેના માટે ખોટા કેસ ઉભા કરે છે. મલિકે આર્યન ખાન અને સમીર ખાન સહિત અન્ય 26 કેસોની યાદી જાહેર કરી હતી. આ તમામ કેસ બોગસ છે અને તેમાંના સાક્ષીઓ સમીર વાનખેડેની નજીકના છે, એવો નવાબ મલિકે દાવો પણ કર્યો હતો. 
નવાબ મલિકે એવો પણ દાવો કર્યો હતો કે તેને સમીર વાનખેડેએ બનાવટી જાતિ પ્રમાણપત્રના આધારે નોકરી મળી હતી. નવાબ મલિકના આરોપોને કારણે વાનખેડે પરિવાર ચર્ચામાં આવ્યો હતો. વાનખેડે પરિવારે મલિકના આરોપોને ફગાવી દીધા હતા છતા નવાબ  મલિક નવા આરોપો કરી રહ્યા છે એવા દાવા સાથે સમીર વાનખેડેના પિતા જ્ઞાનદેવ વાનખેડેએ મલિક સામે માનહાનિનો દાવો કર્યો હતો. દરરોજ, મલિક નવા પાયાવિહોણા આરોપો સાથે અમારી નિંદા કરે છે. તેથી અમારી છબી કલંકિત થઈ રહી છે. અમારી વિરુદ્ધ અપમાનજનક પોસ્ટ કરવામાં આવી રહી છે. આના કારણે અમને ઘણી માનસિક તકલીફ થાય છે, એમ તેમણે અરજીમાં જણાવ્યું હતું.

BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Mumbai Crime: ચોંકાવનારો કિસ્સો મુંબઈમાં ૨૯ વર્ષીય યુવતીને સુધીર ફડકે બ્રિજ નીચે ઢસડી જઈ દુષ્કર્મનો પ્રયાસ, આરોપી ઝડપાયો?
Digital Arrest: મુંબઈમાં ‘ડિજિટલ અરેસ્ટ’ કરીને અધધ આટલા કરોડની ઠગાઈ, તપાસમાં ખુલ્યું ચીન-હોંગકોંગ-ઇન્ડોનેશિયાનું જોડાણ
Exit mobile version