News Continuous Bureau | Mumbai
મુંબઈ(Mumbai)ના સમાજવાદી પાર્ટી(Samajwadi Party)ના નેતા રઈસ શેખે(Raees Sheikh) બેસ્ટની “ચલો ઍપ”(Chalo BEST App)માં ઉર્દુ ભાષા (Urdu Language)રાખવાની માગણી કરી છે ત્યારે ફરી એક વખત ભાષાને લઈને વિવાદ જાગે એવી શક્યતા છે. તેમાં સોશિયલ મિડિયા(Social Media) પર મુંબઈ(Mumbai)માં સેન્ટ્રલ રેલવે(Central Railway)ના સેન્ડહર્સ્ટ રોડ(Sandhurst Road) રેલવે સ્ટેશન પર સ્ટેશનનું નામ ઉર્દુ(Urdu)માં લખ્યું હોવાની પોસ્ટ સોશિયલ મિડિયા પર ફરી વળી હોવાથી ફરી એક વખત વિવાદ જાગવાની શક્યતા છે.
મહારાષ્ટ્ર(Maharashtra)માં મરાઠી ભાષા(Marathi Language)ને પ્રાથમિક દરજ્જો આપ્યો છે. ત્યારબાદ રાષ્ટ્રીય ભાષા હિંદી અને કમ્યુનિકેશન માટે ઈંગ્લિશ ભાષા રાખવામાં આવી છે. છતાં ભાષાને લઈને અનેક વખત વિવાદ થયો છે. તેમાં હવે સમાજવાદી પાર્ટી(Samajwadi Party)ના નેતા રઈસ શેખે બેસ્ટની “ચલો ઍપ”(Chalo BEST App)માં અન્ય ભાષા(Other Language))ઓની સાથે ઉર્દુ ભાષા(Urdu)નો પણ સમાવેશ કરવાની માગણી કરતો પત્ર લખ્યો છે, ત્યારે અમુક લોકોએ તેનો વિરોધ કર્યો છે. તો અમુક લોકોએ તેમની આ માગણીને સમર્થન આપ્યું છે.
આ સમાચાર પણ વાંચો : નવી મુંબઈના ભાજપના આ દિગ્ગજ નેતા ગમે ત્યારે જેલના સળિયા પાછળ ધકેલાશે, તેમને શોધી કાઢવા પોલીસની ટીમ રવાના.. જાણો વિગતે
સેન્ટ્રલ રેલવે(Central Railway)ના સેન્ડહર્સ્ટ રોડ(Sandhurst Road) સ્ટેશનની બહાર મોટા પ્રવેશદ્વાર પર સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશન(Sandhurst Road starion) એમ મરાઠી(Marathi), હિંદી(Hindi) અને ઉર્દુ (Urdu)ભાષામાં લખવામાં આવ્યું છે. મિડિયાના અહેવાલ મુજબ સ્થાનિક કોંગ્રેસના વિધાનસભ્ય અમીન પટેલના વિધાનસભ્ય ફંડમાંથી આ દરવાજાનું સુશોભીકરણનું કામ કરવામાં આવ્યું છે. તેથી પ્રવેશદ્રાર પર કોંગ્રેસના નેતા મિલિંદ દેવરા સહિત તેમનો ફોટો છે. એ સાથે જ મરાઠી, હિંદી અને ઉર્દુ ભાષામાં સ્ટેશનનું નામ લખવામાં આવ્યું છે.