News Continuous Bureau | Mumbai
શિવસેના સાંસદ સંજય રાઉતની મુશ્કેલીઓ વધી ગઈ છે.
મુંબઈ પોલીસે રશ્મિ શુક્લા ફોન ટૅપિંગ કેસના મામલે સંજય રાઉતને સમન જારી કર્યા છે.
કોલાબા પોલીસ સ્ટેશન તરફથી સંજય રાઉતને સમન જારી કરવામાં આવ્યા છે.
જો કે હજુ એ ખબર નથી પડી કે સંજય રાઉતને ક્યારે પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું છે.
ઉલ્લેખનીય છે કે ગુરુવારે એનસીપીના નેતા એકનાથ ખડસેએ રશ્મિ શુક્લા ફોન ટૅપિંગ કેસમાં પોતાનું નિવેદન નોંધાવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં ટુ વ્હીલર ચલાવતા સમયે જો આ કરશો તો 3 મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ થશે. જાણો વિગતે
