Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં ગેરકાયદે બાંધકામ પર પાલિકાની સેટેલાઇટથી નજર, આ છે નવો પ્લાન; જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 24 મે 2021

Join Our WhatsApp Channel

સોમવાર

જમીન પર અતિક્રમણ કરી એને ગેરકાયદે પચાવી પાડનારાઓનું હવે આવી બનશે. ગેરકાયદે બાંધકામને તથા અતિક્રમણને રોકવા માટે પાલિકા GIF  એટલે કે જિયોગ્રાફ્રિક્સ ઇન્ફર્મેશન ટેક્નોલૉજીનો ઉપયોગ કરવાની છે. એમાં સેટલાઇટ્સની મદદથી ગેરકાયદે બાંધકામનું સર્વેક્ષણ કરવામાં આવશે.

GIF સિસ્ટમ ડેવલપ કરવા માટે BMC સાડાદસ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે. આ સિસ્ટમ હેઠળ મુંબઈના જુદા જુદા વિસ્તારનું સેટેલાઇટથી સર્વેક્ષણ કરવામાં આવશે. ખાસ કરીને મુંબઈની નદી, નાળાં તેમ જ મેન્ગ્રોવ્ઝ હોય એવા સ્થળે ભરણી કરવામાં આવે છે. પછી એ જગ્યા પર ગેરકાયદે બાંધકામ કરવામાં આવે છે. એથી GIF ટેક્નોલૉજીની મદદથી એના પર નજર રાખીને મેન્ગ્રોવ્ઝનું રક્ષણ પણ કરી શકાશે તથા જમીન પર થનારા અતિક્રમણને પણ રોકી શકશે.

અહીં ઉલ્લેખનીય છે કે પાલિકા પાસે જમીન પરના તમામ બાંધકામની નોંધણી, એના નકશા હોય છે. જમીનના  ક્ષેત્રફળની માહિતી પણ હોય છે. પ્રૉપર્ટી ટૅક્સ વસૂલ કરવા માટે પાલિકા પાસે એની નોંધ હોય છે. જોકે મુંબઈમાં ઠેરઠેર થતાં ગેરકાયદે બાંધકામ પર નજર રાખવું પાલિકા માટે શક્ય નથી. એથી GIF સિસ્ટમની મદદથી તમામ બાંધકામની નોંધ પાલિકા પાસે રહેશે. સેટેલાઇટ્સથી જે સર્વે કરવામાં આવવાનો છે, એ 360 અંશમાં કરવામાં આવવાનો છે. એથી એક ક્લિક પર તમામ ગેરકાયદે બાંધકામ, અતિક્રમણની માહિતી એને મળી જશે. આવી રીતે ગેરકાયદે બાંધકામ કરનારો સામે કાર્યવાહી કરવાનું પણ સરળ રહેશે.

Tiger Shroff Firing Investigation કરનાલથી મુંબઈ સુધીનું હવાલાUPI નેટવર્ક બેનકાબ, બિશ્નોઈ ગેંગે શૂટર્સને ફંડિંગ પૂરું પાડવા રિક્ષાચાલકોના બેંક એકાઉન્ટ્સનો કર્યો ઉપયોગ
Central Railway Platform Ticket Restriction મધ્ય રેલવેનો મોટો નિર્ણય તહેવારોની ભીડ નિયંત્રિત કરવા મુખ્ય સ્ટેશનો પર આ તારીખ સુધી પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર પ્રતિબંધ
Ticket Checker Attacked on Mumbai Local અંધેરી રેલવે સ્ટેશન પર હાઈડ્રામા વિરાર ફાસ્ટ લોકલમાં ટિકિટ વગર ઝડપાયેલી મહિલાએ લેડી TCને લોહીલુહાણ કરી નાખી
Borivali BEST Depot Plot Demolition બોરીવલી પૂર્વમાં BEST બસ ડેપોના અનામત પ્લોટ પર પાલિકાનું બુલડોઝર ફર્યું ૨૭ ગેરકાયદે કોમર્શિયલ બાંધકામો જમીનદોસ્ત
Exit mobile version