Site icon News Continuous Bureau | Mumbai

વાલીઓ તૈયાર રહેજો!!! સ્કૂલબસના ભાડામાં આટલા ટકાનો વધારો ચૂકવવો પડશે; જાણો વિગત,

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 ફેબ્રુઆરી 2022  

Join Our WhatsApp Channel

શુક્રવાર.

કોરોના મહામારી ધીરે ધીરે નિયંત્રણમાં આવ્યા બાદ હવે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં પણ ધીમે ધીમે સ્કૂલ રિઓપન  થઈ છે. ત્યાં તો હવે સ્કૂલ બસના ભાડામાં વધારો થવાની શકયતાને પગલે વાલીઓની ચિંતા વધી ગઈ છે.

ડીઝલના ભાવમાં વધારો, કર્મચારીઓના પગારમાં વધારો તેમાં પાછુ  સ્કૂલ બસો માત્ર  50 ટકા બેઠકની ક્ષમતા સાથે દોડી રહી છે, તેથી સ્કૂલ બસના ભાડા 30 ટકાનો વધારો થવાની શક્યતા છે.

રાજ્યમાં 24મી જાન્યુઆરીએ શાળાઓ શરૂ થઈ હતી. હવે 10મી ફેબ્રુઆરીથી બાળકોને શાળાએ લઈ જતી સ્કૂલ બસો પણ સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જવાની છે. ત્યારે સ્કૂલ બસ ઓનર્સ એસોસિએશને પ્રિ-સ્કૂલ બસના ચાર્જમાં 30 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે.

વીકએન્ડમાં સેન્ટ્રલ રેલવેમાં પ્રવાસ કરવા પહેલા વિચાર કરજો, આજ મધરાતથી 72 કલાકનો જમ્બો મેગા બ્લોકઃ થશે આટલી લોકલ ટ્રેન સર્વિસ રદ; જાણો વિગત

રાજ્ય સરકારે સ્કૂલ બસો પરનો બે વર્ષનો રોડ ટેક્સ માફ કર્યો હોવા છતાં, સ્કૂલ બસ માલિકોના સંગઠને કહ્યું છે કે તે ભાડામાં 30 ટકાનો વધારો કરશે. તેની પાછળ કારણ એવું આપવામાં આવ્યું છે કે મોંઘવારી, ડીઝલના ભાવમાં વધારાની સાથે જ સ્કૂલ બસો તેની સિટીંગ કેપેસીટીની ક્ષમતાના ફક્ત 50 ટકા  ક્ષમતા સાથે ચાલી રહી છે.  

તેથી સ્કૂલ બસ દ્વારા શાળાએ જનારા બાળકોના વાલીઓએ 30% વધારાની ચૂકવવાની તૈયારી રાખવી પડશે. અહી ઉલ્લેખનીય છે કે  મહારાષ્ટ્રમાં લગભગ 44,000 અને મુંબઈમાં લગભગ 8,500 સ્કૂલ બસો છે. આ સ્કૂલ બસો છેલ્લા બે વર્ષથી બંધ પડી છે. સ્કૂલ બસ શરૂ થયા બાદ સ્કૂલ બસ ફરી શરૂ થતી હોવાથી મેન્ટેનન્સ સ્ટાફના વધતા પગારને ધ્યાનમાં રાખીને ફીમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.

Vile Parle Marble Trader Fraud વિલેપાર્લે પૂર્વમાં માર્બલના વેપારીને ₹20 લાખનો ચૂનો, ક્રેડિટ સોસાયટીના ચેરમેન સામે પોલીસ ફરિયાદ
BMC Demolition Drive બીએમસીની મોટી કાર્યવાહી નાહર નગર રોડ પહોળો કરવા ૧૭ અવરોધરૂપ બાંધકામો પર ફરી વળ્યું બુલડોઝર
Mumbai Wedding Economy Boom 2026 લગ્નસરાની સિઝનમાં મુંબઈનું અર્થતંત્ર વેગ પકડશે 2 લાખ લગ્નોથી ₹1.20 લાખ કરોડના કારોબારનું અનુમાન
TV Actor Cheated ટીવી અભિનેતા આયુષ શાહ સાથે ₹૪.૪૪ કરોડની રોકાણ છેતરપિંડી મુંબઈમાં કોર્ટના આદેશ બાદ ૫ લોકો વિરુદ્ધ ગુનો દાખલ
Exit mobile version