Site icon News Continuous Bureau | Mumbai

વાલીઓના ખિસ્સા પર ફરી વળશે કાતર, સ્કૂલ બસની ફીમાં આટલા ટકાનો વધારો થશે.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

કોરોનાની ત્રીજી લહેર નિયંત્રણમાં આવવાની સાથે મુંબઈની સ્કૂલો પૂરી ક્ષમતા સાથે ચાલુ થઈ ગઈ છે, એ સાથે જ હવે વાલીઓના ખિસ્સા પર પણ કાતર ફરી વળવાની છે. સ્કૂલ બસની ફીમાં લગભગ 30 ટકા સુધીનો વધારો કરવાનો નિર્ણય સ્કૂલ બસના માલિકોએ લીધો છે.

Join Our WhatsApp Channel

આગામી પહેલી એપ્રિલથી 100 ટકા સ્કૂલ બસ સર્વિસ ઉપલબ્ધ કરવાનો નિર્ણય સ્કૂલ બસ ઓનર્સ અસોસિયેશને લીધો છે. કોરોના મહામારીને પગલે છેલ્લા બે વર્ષથી સ્કૂલ બસ સર્વિસ બંધ છે. રાજ્યમાં તબક્કાવાર સ્કૂલો ચાલુ થયા બાદ વાલીઓ પોતે જ પોતાના બાળકોને સ્કૂલમાં લાવવા-મુકવાનું કામ કરી રહ્યા છે. જોકે હવે સ્કૂલો ફૂલ ટાઈમ ઓફલાઈન ચાલુ થઈ ગઈ છે, તેથી ઓફિસ જનારા વાલીઓને હવે સ્કૂલ બસની આવશ્યકતા નિર્માણ થઈ છે.

આ સમાચાર પણ વાંચો : લો બોલો…પહેલા જ દિવસે મુંબઈમાં વિરુદ્ધ દિશામાં વાહન ચલાવનારા આટલા મોટરિસ્ટ સામે નોંધાઈ FIR. જાણો વિગતે

એસએસસી બોર્ડની સ્કૂલોના વિદ્યાર્થીઓ તરફથી બસને મોળો પ્રતિસાદ મળ્યો છે. પરંતુ આઈસીએસઈસ સીબીએસઈ સહિત અન્ય ઈન્ટરનેશનલ બોર્ડની સ્કૂલોમાં સ્કૂલ બસની ડિમાન્ડ છે. આ સ્કૂલો હાલ બંધ છે અને તે પહેલી એપ્રિલથી ચાલુ થઈ રહી છે. તેથી જે રૂટ પર ડિમાન્ડ વધુ હશે ત્યાં બસ ચાલુ કરવામાં આવવાની છે.

આ દરમિયાન સ્કૂલ બસ ઓનર્સ એસોસિએશન ના કહેવા મુજબ પેટ્રોલ, ડીઝલના ભાવ વધી રહ્યા હોવાથી અને છેલ્લા બે વર્ષથી સ્કૂલ બસ બંધ હોવાથી નાછૂટકે સ્કૂલ બસ ફીમાં વધો કરવો પડયો છે. બસના મેન્ટેનન્સમાં પણ વધારો થયો છે.

Mulund East Construction Site Fire મુંબઈના મુલુંડ પૂર્વમાં બાંધકામ સાઈટના વર્કર્સ શેડમાં ભીષણ આગ ટાટા નગરમાં અફરાતફરી, કોઈ જાનહાનિ નહીં
Kandivali High Rise Fire કાંદિવલી વેસ્ટની ‘ઓએસકે હેરિટેજ’ બિલ્ડિંગમાં આગ ફાટી નીકળી; ૧૦મા માળે ધુમાડાના ગોટા વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન
Ghatkopar Minor Attack ઘાટકોપરમાં ૧૩ વર્ષના સગીર પર જીવલેણ હુમલો ગળામાં સોય કે ઈન્જેક્શન ભોંકી દેતાં બેભાન, ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ
Dharavi Sex Trafficking Racket ધારાવીમાં સેક્સ ટ્રાફિકિંગ રેકેટનો પર્દાફાશ ક્રાઈમ બ્રાન્ચે 16 વર્ષની સગીરાને મુક્ત કરાવી, મહિલા સહિત બે આરોપી જેલભેગા
Exit mobile version