Site icon

શું મુંબઈની સ્કૂલો ફરી ઓનલાઇન થશે? આજે BMC લેશે નિર્ણય; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,3 જાન્યુઆરી 2022    

Join Our WhatsApp Community

સોમવાર. 

મુંબઈ સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના દર્દીઓ ઝડપથી વધી રહ્યા છે. મુંબઈમાં કોરોના દર્દીઓની વધતી સંખ્યાને જોતા મુંબઈમાં શાળા ચાલુ રાખવી કે નહીં? આજે તેને લગતો નિર્ણય લેવામાં આવશે. આજે સાંજે મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીઓની બેઠક યોજાવાની છે એવું BMCના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું.

મુંબઈમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો થયો છે. બાળકોને વેક્સિન આપવાનું હજી આજથી શરૂ થયું છે. તેથી વાલીઓને પોતાના બાળકોને સ્કૂલમાં મોકલવામાં કે નહીં તેની ચિંતા સતાવી રહી છે ત્યારે સ્કૂલ ચાલુ રાખવી કે ફરી ઓનલાઈન કરવી તે બાબતે આજે સાંજે મિટિંગ બાદ નિર્ણય લેવામાં આવવાનો છે.

આ દરમિયાન મુંબઈમાં 15 થી 18 વર્ષની વયના બાળકોનું રસીકરણ આજથી શરૂ થઈ ગયું છે. મુંબઈમાં નવ લાખથી વધુ બાળકો રસીકરણ માટે પાત્ર છે. પહેલા એક અઠવાડિયામાં બાળકો પર કોઈ આડ અસર થઈ નથી ને ? તેનું નિરીક્ષણ કર્યા બાદ વૅક્સિનેશન સેન્ટરની સંખ્યા વધારવામાં આવશે. શાળા-કોલેજોમાં પણ બાળકોને રસી આપવાનો પાલિકાનો વિચાર હોવાનું સુરેશ કાકાણીએ જણાવ્યું હતું.

યાત્રીગણ કૃપયા ધ્યાન દે! સેન્ટ્રલ રેલવેમાં પ્રવાસ કરવાના છો? તો આ આખું અઠવાડિયું ઘરથી જલદી નીકળજો. આ છે કારણ

સુરેશ  કાકાણીના જણાવ્યા પ્રમાણે પાલિકા વેક્સિનેશન બાદ મોનિટરિંગ ચાલુ રાખશે. 28 દિવસમાં મુંબઈમાં 9 લાખથી વધુ પાત્ર બાળકોનું રસીકરણ પૂર્ણ કરવાનું આયોજન પાલિકાએ રાખ્યું છે. બાળકોના રસીકરણ માટે મુંબઈમાં નવ જમ્બો કોવિડ સેન્ટરમાં વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં બાળકોને બે ડોઝ વચ્ચે 28 દિવસના અંતર સાથે કોવેક્સીન રસી આપવામાં આવે છે. 

BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Mumbai Crime: ચોંકાવનારો કિસ્સો મુંબઈમાં ૨૯ વર્ષીય યુવતીને સુધીર ફડકે બ્રિજ નીચે ઢસડી જઈ દુષ્કર્મનો પ્રયાસ, આરોપી ઝડપાયો?
Digital Arrest: મુંબઈમાં ‘ડિજિટલ અરેસ્ટ’ કરીને અધધ આટલા કરોડની ઠગાઈ, તપાસમાં ખુલ્યું ચીન-હોંગકોંગ-ઇન્ડોનેશિયાનું જોડાણ
Exit mobile version