Site icon News Continuous Bureau | Mumbai

કોરોના ના નવા વેરિયન્ટ ઓમિક્રોનના ભય વચ્ચે શાળાઓ ખોલવામાં ઉતાવળ તો નથી કરીને? મનપાએ સંચાલકોને આ નિયમોનુ કડક પાલન કરવા આપ્યા આદેશ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 16 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

મહારાષ્ટ્ર રાજ્યમાં ૪ ઓક્ટોબરથી ધોરણ ૮ થી ૧૨ના ઓફલાઈન વર્ગો ચાલુ છે. બાકીના ધોરણ ૧ થી  ૭ના ઓફલાઈન વર્ગો ૧ ડિસેમ્બર સુધીમાં  શરૂ થવાના હતા, પરંતુ ઓમિક્રોનના વધતા જાેખમને ધ્યાનમાં રાખીને આ ર્નિણય મોકૂફ રાખવામાં આવ્યો હતો. જેનો કેટલાક વાલી સંગઠનોએ વિરોધ કર્યો હતો. ત્યારે હવે બીએમસી કમિશનર ઈકબાલ સિંહ ચહલે ફરીથી પ્રાથમિક શાળા શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે.મુંબઈની લગભગ તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓની ભારે ભીડ જાેવા મળી હતી. બાળકો માસ્ક, ટેમ્પરેચર સ્ક્રિનિંગ અને હેન્ડ સેનિટાઇઝિંગ પહેરીને સ્કૂલમાં પ્રવેશી રહ્યા હતા. લગભગ બે વર્ષ બાદ બાળકો શાળાએ પહોંચતા જ ખુશ જાેવા મળ્યા હતા. એજ્યુકેશન ઓફિસર રાજુ તડવીએ જણાવ્યું હતુ કે, ઓમિક્રોનના ખતરાને જાેતા, શાળા પ્રશાસનને કોરોના પ્રોટોકોલનું પાલન કરવાનું અને સ્ટાફ માટે રસીના બંને ડોઝ ફરજિયાત કરવામાં આવ્યા છે. શાળાઓમાં પ્રવેશતા પહેલા સ્ટાફે ઇ્‌-ઁઝ્રઇ રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે. શાળાઓમાં કોઈપણ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવશે નહીં.જાે કે હાલ ઓમિક્રોનના જાેખમ વચ્ચે શાળાઓ ખુલતા વાલીઓ મુંઝવણમાં મુકાયા છે.રાજ્યમાં ૪ ઓક્ટોબરથી ધોરણ ૮ થી ૧૨ના ઓફલાઈન વર્ગો ચાલુ છે. બાકીના ધોરણ ૧ થી  ૭ના ઓફલાઈન વર્ગો ૧ ડિસેમ્બર સુધીમાં  શરૂ થવાના હતા, પરંતુ ઓમિક્રોનના વધતા જાેખમને ધ્યાનમાં રાખીને આ ર્નિણય મોકૂફ રાખવામાં આવ્યો હતો. લગભગ બે વર્ષ બાદ મુંબઈમાં ઓમીક્રોન ના વધતા જાેખમ વચ્ચે વર્ગ ૧ થી ૭ ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ફરીથી ખોલવામાં આવી છે. જાે કે, બીએમસીએ શાળામાં આવતા બાળકોનો ર્નિણય વૈકલ્પિક રાખ્યો છે, એટલે કે તેમને શાળાએ મોકલવા કે ન મોકલવાનો અધિકાર વાલીઓને રહેશે. આ સાથે બાળકોની હાજરી ફરજિયાત ન કરીને શાળાઓને ઓનલાઈન વર્ગોનો વિકલ્પ પણ આપવા માટે કહેવામાં આવ્યું છે.

મહારાષ્ટ્ર બોર્ડે શાળાના અભ્યાસક્રમમાં ઉમેર્યો નવો વિષય, હવે ધોરણ 1 થી 8 સુધી આ નવો વિષય ભણાવવામાં આવશે; જાણો વિગતે 

Vile Parle Marble Trader Fraud વિલેપાર્લે પૂર્વમાં માર્બલના વેપારીને ₹20 લાખનો ચૂનો, ક્રેડિટ સોસાયટીના ચેરમેન સામે પોલીસ ફરિયાદ
BMC Demolition Drive બીએમસીની મોટી કાર્યવાહી નાહર નગર રોડ પહોળો કરવા ૧૭ અવરોધરૂપ બાંધકામો પર ફરી વળ્યું બુલડોઝર
Mumbai Wedding Economy Boom 2026 લગ્નસરાની સિઝનમાં મુંબઈનું અર્થતંત્ર વેગ પકડશે 2 લાખ લગ્નોથી ₹1.20 લાખ કરોડના કારોબારનું અનુમાન
TV Actor Cheated ટીવી અભિનેતા આયુષ શાહ સાથે ₹૪.૪૪ કરોડની રોકાણ છેતરપિંડી મુંબઈમાં કોર્ટના આદેશ બાદ ૫ લોકો વિરુદ્ધ ગુનો દાખલ
Exit mobile version