Site icon

Mumbai Rent: મુંબઈમાં ઘરનું જોરદાર આટલું ભાડુ જોઈને યુવતીને યાદ આવ્યા તેના માતા પિતા, સોશિયલ મિડીયા પર આ પોસ્ટ થઈ રહી છે વાયરલ.. જાણો વિગતે.. .

Mumbai Rent: દેશની આર્થિક રાજધાનીમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં હાલ ઘણી તેજી આવી છે. આ સાથે જ ઘરોની કિંમતમાં પણ ધરખમ વધારો થયો છે. તેથી મુંબઈમાં હવે પોતાનું ઘર દરેક લોકોનું હવે સપનું જ બનીને રહીં ગયું છે. તો ભાડા પર પણ ઘર હવે મોંઘા બની જતા, લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવી જ વ્યથા આ યુવતીએ પોતાની પોસ્ટ દ્વારા સોશિયલ મિડીયા પર જણાવી હતી. જેમાં ઘણી રસપ્રદ કોમેન્ટો પણ લોકોએ કરી હતી. જાણો શું કહ્યું હતું આ યુવતીએ..

Seeing such a huge house rent in Mumbai, the girl remembered her parents, this post is going viral on social media.. Know details..

Seeing such a huge house rent in Mumbai, the girl remembered her parents, this post is going viral on social media.. Know details..

 News Continuous Bureau | Mumbai

Mumbai Rent: સપનાના શહેર મુંબઈમાં જમીનના ભાવ આસમાને પહોંચી ગયા છે. આ જ કારણ છે કે મુંબઈ મહાનગરમાં પોતાનું ઘર મેળવવું ખુબ મુશ્કેલ કામ છે. આ ઉપરાંત અહીં ભાડાના ઘરમાં રહેવું પણ હવે ઘણું મોઘું થઈ ગયું છે. આવી જ વ્યથ્યા જ્યારે એક યુવતીએ સોશિયલ મિડીયા પર પોસ્ટ શેર કરી તો તેમાં લોકોની કોમેન્ટનો પૂર આવી ગયો હતો. આ પોસ્ટમાં યુવતીએ જણાવ્યું હતું કે, મુંબઈમાં 1 બેડરૂમના ફ્લેટનું ( 1 BHK Flat ) ભાડું હવે રુ. 50 હજારને વટાવી ગયું છે. તેથી તેણે દરેકને સલાહ આપી કે સ્વતંત્ર બનવાના નામે તમારા માતા-પિતા સાથે સંબંધો બગાડવાની જરૂર નથી.  

Join Our WhatsApp Community

વ્યવસાયે વકીલ અને મુંબઈના રહેવાસી વિટાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ શેર કરતા લખ્યું હતું કે, મુંબઈમાં રિયલ એસ્ટેટ ( real estate )  ક્ષેત્રમાં ઘરનો કિંમતો હાલ ઝડપથી વધી રહી છે. તેમજ મુંબઈમાં હવે ઘરના ભાડા ( House Rent ) પણ ખૂબ જ વધી ગયા છે. અંધેરી અને બાંદ્રા જેવા વિસ્તારોમાં નાના 1 BHK ફ્લેટનું ભાડું 50 થી 70 હજાર રૂપિયા થઈ ગયું છે. કારણ કે મોટાભાગની ઓફિસો પણ આ વિસ્તારમાં છે. હવે સમય આવી ગયો છે કે લોકોએ તેમના પારિવારિક લક્ષ્યો વિશે ફરીથી વિચારવું જોઈએ. 

 Mumbai Rent: સ્વતંત્ર રહેવાના નામે તમારા પરિવારથી અલગ થવાનો વિચાર ન કરો…

વિટાએ વધુમાં પોસ્ટમાં લખ્યું હતું કે, સ્વતંત્ર રહેવાના નામે તમારા પરિવારથી અલગ થવાનો વિચાર ન કરો. તમારે ફક્ત તમારા પરિવાર સાથે રહેવું જોઈએ. મુંબઈમાં ભાડા પર ફ્લેટ મેળવવો હાલ ખૂબ જ મુશ્કેલ કામ છે. તમારા જાત મહેનથી કમાયેલા  પૈસા પણ આમાં વેડફાઈ જશે. તેથી તમે તમારા માતાપિતા સાથે સારા સંબંધો જાળવી રાખો. ઘરથી દૂર થવાની ઉતાવળ ન કરો. સ્વતંત્ર જીવન માણવા માટે ઘરેથી ભાગવાની જરૂર નથી. તેણે આગળ લખ્યું હતું કે, નોકરિયાત વર્ગોએ પગારમાંથી આટલો મોંઘો ફ્લેટ ખરીદવો અને પોતાનું જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ છે. 

આ સમાચાર  પણ વાંચો : RSS: નાગપુરમાં આરએસએસ સંઘ ખાતે અંબાણીના જમાઈ પીરામલની હાજરી બાદ, હવે ફરી અપક્ષ અને વિપક્ષ વચ્ચે ફરી નવો વિવાદ ઉભો થવાની શક્યતા

વિટાની આ પોસ્ટ થોડા જ સમયમાં ખુબ વાયરલ ( Viral Post) થઈ ગઈ હતી અને લોકોએ  આ પોસ્ટ પર ઘણી રસપ્રદ કોમેન્ટ્સ પણ કરી હતી. આ પોસ્ટને એક લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. જેમાં ઘણા લોકો તેને મુંબઈના સસ્તા વિસ્તારો વિશે પણ માહિતી આપવા લાગ્યા હતા. તો એક યુઝરે આ પોસ્ટ પર કમેન્ટ કરતા લખ્યું હતું કે, સસ્તી અને સારી જગ્યાઓ મલાડ અને ગોરેગાંવ છે. અહીં તમને 25 હજાર રૂપિયામાં ફ્લેટ મળી જશે. જોકે, વિટાને આ સલાહ પસંદ ન આવી હતી અને તેણે આ અંગે ઉત્તર આપતા લખ્યું હતું કે, મને આ અંગે જ્ઞાન આપવાની જરુર નથી, કારણ કે મને મુસાફરી કરવી પસંદ નથી. મને ઓફિસથી નજીક રહેવું વધુ ગમે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Amit Satam: અમિત સાટમનો ખુલાસો: વિવાદાસ્પદ ‘ખાન’ નિવેદન પર સ્પષ્ટતા, વિપક્ષ પર સાધ્યું નિશાન .
Exit mobile version