ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ, 29 એપ્રિલ 2021.
ગુરુવાર.
મુંબઈ મહાનગર પાલિકા જ્યાં કોરોના સામે લાડવા અડીખમ ઉભી રહેવાના પ્રયત્નો કરે છે ,ત્યાંજ હવે એ ચોમાસા બેસવા પૂર્વે મુંબઈની સડકના ખાડા પુરવા પણ સુસજ્જ થઈ ગઈ છે.
ચોમાસામાં મુંબઈની સડક પર વાહન ચલાવવું તો ઠીક પણ ચાલવું પણ મુશ્કેલ થઇ જાય છે. વરસાદને કારણે સડકો પર ઠેક ઠેકાણે ખાડા પડી જાય છે અને એ ખાડા અંગેની ફરિયાદ પાલિકાને કરતા મુંબઈગરાના નાકે દમ આવી જાય છે.આ મુશ્કેલીનો અંત લાવવા પાલિકા એ એક યોજના બનાવી છે . જેના અંતર્ગત ખાડાનો ફોટો પાલિકાને મોકલતા 24 કલાકની અંદર પાલિકા તે ખાડાને પુરાવી દેશે. જોકે મુંબઈની સડકને વધુ મજબૂત બનાવવા માટે પાલિકાએક નવી રીત અપનાવવાની છે. રસ્તા બનાવવાના મટેરિયલમાં હવે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાની છે અને તે અંગેનું સૂચન કોન્ટ્રાક્ટરોને પણ કરી દીધું છે. તે માટેનું કામ પણ શરુ કરી દીધું છે. જોકે વધારેમાં વધારે સિમેન્ટ અને કોંક્રીટનો વપરાશ થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવશે.
હવે જાણો કે તમે તમારા વિસ્તારની સડકના ખાડાની માહિતી પાલિકાને કેવી રીતે આપશો.
તમારા વિસ્તારમાં પડેલા ખાડાનો ફોટો પાલિકાને ટ્વિટર પર અથવા "માયબીએમસી" વેબસાઈટ પર મોકલી શકો . ફરિયાદ નોંધાયાના 24 કલાકમાં જ તમારો ફરિયાદનો ઉકેલ લાવવામાં આવશે. આવનાર ચોમાસાથી આ યોજના અમલમાં મુકવાની માહિતી પાલિકા પ્રસાશન તરફથી આપવામાં આવી છે.
વધુ એક રાજ્યમાં લાગ્યું લોક ડાઉન. કોર્ટે રાજ્ય સરકારને ફટકારી ત્યારબાદ લેવાયો નિર્ણય….