Site icon

મુંબઈના દરિયા કિનારા થયા જોખમી- જુહુ બીચ પર તણાઈ આવી આ જોખમી માછલી- BMCએ જારી કરી ચેતવણી

6 People Stung by Jellyfish at Juhu Beach in Mumbai

6 People Stung by Jellyfish at Juhu Beach in Mumbai

News Continuous Bureau | Mumbai

મુંબઈ(Mumbai)ના દરિયા કિનારા(beach) પર જવું જોખમી થઈ ગયું છે. છેલ્લા એક અઠવાડિયાથી મુંબઈના જુહુ(Juhu beach)ના દરિયા કિનારા પર જેલીફિશ(Jellyfish)ની સાથે જ તારબોલ (tarballs) તણાઈને આવી રહ્યો છે. તેથી કિનારા પર પાણીમાં જવું નહીં અન્યથા જેલીફિશ ડંખ મારશે એવી એડવાઈઝરી(Advisory) મુંબઈ મહાનગરપાલિકા(BMC)એ બહાર પાડી છે. 

Join Our WhatsApp Community

રવિવારે રજાનો દિવસ હોવાથી મોટી સંખ્યામાં લોકો મુંબઈના જુદા જુદા દરિયા કિનારા પર ફરવા નીકળ્યા હતા. જોકે જુહુ બીચ પર જેલી ફિશ અને તારબોલ તણાઈ આવતા ત્યાં ફરજ બજાવી રહેલા લાઈફગાર્ડે એ લોકોને દરિયા કિનારા પાસે નહીં જવાની ચેતવણી આપી હતી. આ અગાઉ 10 જુલાઈના પણ જુહુ બીચ પર જેલીફિશ તણાઈ આવી હતી. જેલીફિશ જો ડંખ મારે તો ખંજવાળ, બળતરા અને સોજો આવવો જેવી અનેક પ્રકારની તકલીફ થઈ શકે છે. જેલીફિશ જો ડંખ મારે તો ગભરાવવું નહીં શક્ય હોય તો ડંખ પર ગરમ પાણી નાખવું અને તુરંત ડોક્ટર પાસે જવું જોઈએ.

આ સમાચાર પણ વાંચો : મહત્વના સમાચાર-જુલાઈ-ઓગસ્ટમાં પશ્ચિમ રેલ્વેની આ ટ્રેનો વીકએન્ડમાં દોડશે નહી-જાણો ટ્રેનની સંપૂર્ણ યાદી અહીં 

મુંબઈમાં સામાન્ય રીતે દર વર્ષે ચોમાસા(Monsoon)માં દરિયા કિનારા પર જેલીફિશ આવતી હોય છે. નિષ્ણાતોના કહેના મુજબ મુંબઈના દરિયા કિનારા પર ચોમાસામાં સમયમાં અમુક પ્રકારની માછલીઓ ખાસ પ્રજનન તથા ભોજનની શોધમાં આવતી હોય છે. અમુક પ્રજાતિઓ વજનમાં એકદમ હલકી હોવાથી તેઓ તણાઈને દરિયા કિનારા પર આવી જતી હોય છે.

આવી માછલી(Fish)ઓમાં  જેલીફિશ, બ્લૂ જેલી(Blue jelly), મેડોસા, પોર્તિગિઝ મેન ઓફ વાર, પોરપિટા વગેરે પ્રજાતિનો સમાવેશ થાય છે. આ પ્રજાતિઓના સંપર્કમાં આવેલી વ્યક્તિઓને તે ડંખ મારે છે. તેમાં રહેલા ઝેરી પદાર્થથી દુખાવો થાય છે અને શરીર લાલ થઈ જાય છે. અમુક પ્રકરણમાં બહેરાશ પણ આવી જાય છે.

આ સમાચાર પણ વાંચો : ભારતીય રિઝર્વ બેંકની મોટી કાર્યવાહી- બેંકે ચાર સહકારી બેંકો પર ઉપાડ સહિતના પ્રતિબંધો લાદ્યા- ફટાફટ તપાસો તમારું એકાઉન્ટ આ બેન્કમાં તો નથીને

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Metro 3 Mumbai: BKC થી કફ પરેડ મેટ્રોની રફતાર તેજ! દોઢ કલાકનો પ્રવાસ હવે અડધા કલાકમાં, જાણો કયા સ્ટેશન આવશે અને ટિકિટના ભાવ કેટલા હશે.
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Mangal Prabhat Lodha: કૌશલ્ય વિકાસ એ દેશના વિકાસની ગૂરૂ ચાવી:  મંત્રી લોઢા
Exit mobile version