Site icon

કામની ઈચ્છા શક્તિ કે પછી સરકાર જલદી તૂટવાનો ડર- શિંદે-ફડણવીસ સરકારે માત્ર 24 દિવસમાં રેકોર્ડબ્રેક આટલા GR મંજૂર- જાણો વિગત

News Continuous Bureau | Mumbai

ભાજપ(BJP) સમર્થિત નવી ચૂંટાયેલી શિંદે સરકાર(Shinde)ને રાજ્યમાં મંત્રીમંડળના વિસ્તરણ માટે સમય નથી, પરંતુ રાજ્યમાં ફટાફટ GR બહાર પાડી રહી છે. એકનાથ શિંદે-દેવેન્દ્ર ફડણવીસ(Shinde-Fadnavis govt) સરકારના શપથ ગ્રહણના પહેલા 24 દિવસમાં જ 538 જેટલા સરકારી નિર્ણયો (GRs) લેવામાં આવ્યા છે. કેબિનેટ(cabinet) નું અસ્તિત્વ ન હોવાથી તેને વહીવટી સ્તરે બહાર પાડવામાં આવ્યા છે. આ સ્પીડ જોતાં પ્રતિ દિવસના 22 અને દર કલાકે 2.5 GR બહાર પાડવામાં આવ્યા છે.

Join Our WhatsApp Community

આ 2014ની દેવેન્દ્ર ફડણવીસ સરકાર કરતાં 126% ઝડપી અને ઠાકરે સરકાર કરતાં 50% વધુ ઝડપી છે. રાજ્યમાં નાટકીય વળાંક  પછી, એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે 30 જૂન 2022 ના રોજ મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. સરકાર બન્યાના 24 દિવસ બાદ પણ કેબિનેટનું વિસ્તરણ થયું નથી જેને કારણે રાજ્યમાં કામકાજ ઠપ્પ થઈ ગયા હોવાનો વિપક્ષ આક્ષેપ કરી રહ્યું છે. જોકે છેલ્લા 24 દિવસમાં સરકારના નિર્ણયોની સંખ્યા જોતા કેબિનેટ ન હોવા છતાં પણ શિંદે સરકારના GRનું સ્તર પાછલી બે સરકારો કરતા ઉંચુ જણાયુ છે.

આ સમાચાર પણ વાંચો : સંકટ સમયમાં શ્રીલંકા છોડી જનાર પૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેની મુશ્કેલી વધી- આ દેશમાં યુદ્ધ અપરાધ માટે દાખલ થઈ ફરિયાદ

મીડિયા હાઉસમાં આવેલા અહેવાલ મુજબ દેવેન્દ્ર સરકાર કરતા 126% ઝડપી, ઉદ્ધવ સરકાર(Uddhav Thackeray) કરતા 50% ઝડપી રીતે શિંદે સરકારે લીધા છે. 

ગ્રામીણ વિકાસ વિભાગના  22, કૃષિ, પશુપાલન અને ડેરી વિભાગના 22, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના 21, ગૃહ વિભાગના 20, આદિવાસી વિભાગના 19, જમીન અને જળ સંસાધન 17, સામાજિક ન્યાય અને વિશેષ સહાયના 14, સહકારી, માર્કેટિંગ અને કાપડ ઉદ્યોગના 13, સાર્વજનિક બાંધકામ વિભાગના 13, કૌશલ્ય વિકાસના 12, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના 10 GR બહાર પાડવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : મોટી દુર્ઘટના ટળી- CSMTથી પનવેલ જતી લોકલ ટ્રેનનો એક કોચ આ સ્ટેશન પર પાટા પરથી ઉતરી ગયો- હાર્બર રૂટ પરનો રેલ વ્યવહાર ખોરવાયો 

સૌથી વધુ GR પાંચ ખાતામાં લેવામાં આવ્યા છે, જેમાં જાહેર આરોગ્ય ખાતાના 73, પાણી પુરવઠો અને સ્વચ્છતા ખાતાના 68, શાળા શિક્ષણ અને રમત-ગમત વિભાગના 43, સામાન્ય વહીવટ વિભાગના 34, જળ સંસાધન વિભાગ, મહેસૂલ અને વન વિભાગ અને મેડિકલ શિક્ષણ અને દવા (3) વિભાગના પ્રત્યેકના 24-24 GR બહાર કાઢવામાં આવ્યા છે.

સૌથી ઓછા GR મરાઠી ભાષા વિભાગમાં 01, પર્યાવરણ વિભાગમાં 02, ખાદ્ય અને નાગરિક પુરવઠો, ઇમાવ કલ્યાણ, આવાસ અને પ્રવાસન અને સાંસ્કૃતિક (4) વિભાગમાં પાંચ-પાંચ, ઉદ્યોગ, ઉર્જા અને શ્રમ, શહેરી વિકાસ વિભાગ, આયોજન, વિભાગ અને નાણાં વિભાગમાં દરેકમાં 09-09 GR બહાર પાડવામાં આવ્યા છે.

Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
Exit mobile version