Site icon News Continuous Bureau | Mumbai

કેન્દ્રીય પ્રધાનના પુત્ર સામે શિવસેનાએ નોંધાવી પોલીસ ફરિયાદ, સમાજમાં તણાવ નિર્માણ કરી રહ્યા હોવાના કર્યો આરોપ. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 23 ડિસેમ્બર 2021  

Join Our WhatsApp Channel

 ગુરુવાર.

કેન્દ્રીય લઘુમતીના પ્રધાન નારાયણ રાણે પુત્ર અને ભાજપના ધારાસભ્ય નિતેશ રાણે સામે શિવસેનાએ સમાજમાં તણાવ નિર્માણ કરી રહ્યા હોવાની ફરિયાદ મુંબઈના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

નિતેશ રાણેએ બુધવારે વીરમાતા જિજાબાઈ ઉદ્યાન (રાણીબાગ)નું નામ રાતોરાત બદલીને હજરત પીર બાબા કરી દેવામાં આવ્યું હોવાની એક ટ્વીટ કરી હતી. સાથે જ એક ફોટો પણ તેણે શેર કર્યો હતો. નિતેશની ટ્વીટને કારણે ઉદ્ધવ ઠાકરેની બદનામી થાય છે, સાથે જ બે સમાજ વચ્ચે પણ તણાવ ઊભો થઈ રહ્યો છે એવો આરોપ શિવસેનાએ કર્યો હતો. તથા મુંબઈના કાળા ચોકી, વરલી અને ભોઈવાડા પોલીસ સ્ટેશનમાં તેની સામે ફરિયાદ નોંધાવી હતી.

આરોપીના કર્ણાટક કનેકશન બાદ સત્તાધારી શિવસેના આક્રમક: આદિત્ય ઠાકરે ધમકી પ્રકરણમાં આ એજન્સી કરશે તપાસ, ગૃહપ્રધાનએ અધિવેશનમાં કરી જાહેરાત

અગાઉ મેયર કિશોરી પેડણેકર વિરુદ્ધ વિવાદાસ્પદ શબ્દનો ભાજપના આશિષ શેલારે ઉપયોગ કર્યો હતો ત્યારે પણ શિવસૈનિકો આક્રમક થઈ ગયા હતા. હવે ફરી રાણીબાગના નામને લઈને કરેલા વિવાદાસ્પદ ટવીટને કારણે શિવસેના આક્રમક થઈ ગયો છે. 

Lalbaugcha Raja Live Darshan 2026 લાલબાગચા રાજા લાઈવ દર્શન મુંબઈમાં ગણેશોત્સવ ૨૦૨૬નો ભવ્ય પ્રારંભ, ઘેરબેઠા ઓનલાઈન બાપ્પાના દર્શન કેવી રીતે કરવા?
Disha Salian Case CBI FIR દિશા સાલિયાન કેસમાં CBIની મોટી કાર્યવાહી! નોંધાઈ FIR, ઉદ્ધવઆદિત્ય ઠાકરે અને આ બોલિવૂડ કલાકારોના નામ સામેલ
Lalbaughcha Raja BMC Arrangements લાલબાગચા રાજાના દર્શન બનશે સુગમ BMCએ તૈનાત કર્યા ખાસ કંટ્રોલ રૂમ, મોબાઈલ શૌચાલય અને ઇમરજન્સી હેલ્થ ડેસ્ક
BJP MLA Parag Shah Beggar બીજેપી ધારાસભ્ય પરાગ શાહે ભિખારીનો વેશ ધારણ કરીને ઘાટકોપરના રસ્તા પર ભીખ માંગી; જાણો કારણ..
Exit mobile version