Site icon

અભિષેક ઘોસાળકરના હત્યારા મોરિસ નોરોન્હાના બોડીગાર્ડને ઝટકો; જામીન અરજી ફગાવી, કોર્ટે મૌરિસ નોરોન્હાના બોડીગાર્ડ સામેના આરોપો ગણાવ્યા યોગ્ય

Shiv Sena leader's murder: કોર્ટે જામીન અરજી ફગાવતા મૌરિસ નોરોન્હાના બોડીગાર્ડ સામેના આરોપોને વ્યાજબી ગણાવ્યા છે. કોર્ટે કહ્યું કે એ તપાસ થવી જોઈએ કે શું બોર્ડીગાર્ડએ નોરોન્હાને બંદૂક આપી હતી અને ઘોસાલકરની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. એડિશનલ સેશન્સ જજ રાજેશ સસાણેએ 5 માર્ચે અમરેન્દ્ર મિશ્રાની જામીન નકારતી વખતે આ ટિપ્પણી કરી હતી.

Shiv Sena leader's murder Charges against Maurice Noronha's bodyguard appear justified - court

Shiv Sena leader's murder Charges against Maurice Noronha's bodyguard appear justified - court

  News Continuous Bureau | Mumbai

 Shiv Sena leader’s murder: ઠાકરે જૂથના નેતા વિનોદ ઘોસાલકરના પુત્ર અને મુંબઈ મહાનગરપાલિકાના ભૂતપૂર્વ કોર્પોરેટર અભિષેક ઘોસાલકરની દહીસર માં ગત મહિને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. દહિસરમાં એક કાર્યક્રમમાં મોરિસ નોરોન્હાએ અભિષેક ઘોસાલકરને પાંચ ગોળીઓ મારી હતી. ઘોસાલકરને ગોળી માર્યા બાદ મોરિસે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.  પોલીસે આ મામલે આર્મ્સ એક્ટ હેઠળ આરોપી મૌરીસ નોરોન્હાના બોડીગાર્ડની ધરપકડ કરી હતી. આ પછી બોર્ડીગાડે કોર્ટમાં જામીન અરજી કરી હતી. અરજીમાં તેણે દાવો કર્યો હતો કે તે નિર્દોષ છે અને તેને આ કેસમાં ફસાવી દેવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

કોર્ટે બોડીગાર્ડ સામેના આરોપોને વ્યાજબી ગણાવ્યા

હવે આ મામલે કોર્ટે જામીન અરજી ફગાવતા મૌરિસ નોરોન્હાના બોડીગાર્ડ સામેના આરોપોને વ્યાજબી ગણાવ્યા છે. કોર્ટે કહ્યું કે એ તપાસ થવી જોઈએ કે શું બોર્ડીગાર્ડએ નોરોન્હાને બંદૂક આપી હતી અને ઘોસાલકરની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. એડિશનલ સેશન્સ જજ રાજેશ સસાણેએ 5 માર્ચે અમરેન્દ્ર મિશ્રાની જામીન નકારતી વખતે આ ટિપ્પણી કરી હતી.

ઘોસાલકરની હત્યા માટે અંગરક્ષકની બંદૂકનો ઉપયોગ કર્યો 

ફરિયાદ પક્ષે આરોપ લગાવ્યો હતો કે નોરોન્હાએ મિશ્રાની બંદૂકનો ઉપયોગ ઘોસાલકરને ગોળી મારવા માટે કર્યો હતો અને બંનેએ હત્યાનું કાવતરું ઘડ્યું હતું. બંને પક્ષોને સાંભળ્યા પછી, કોર્ટે કહ્યું કે પ્રથમ દૃષ્ટિએ એવું જણાય છે કે મૌરિસ નોરોન્હાએ અભિષેક ઘોસાલકરને તેના અંગરક્ષકની બંદૂકનો ઉપયોગ કરીને માર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : હૈદરાબાદમાં આ રેસ્ટોરન્ટે રમઝાન દરમિયાન કરી એવી ઓફર આપી, લોકોની ઉમટી ભીડ… પોલીસે કર્યો લાઠીચાર્જ… જુઓ વિડીયો..

અમરેન્દ્ર મિશ્રાની આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ 

મહત્વનું છે કે અમરેન્દ્ર મિશ્રાની આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. મિશ્રા પર આર્મ્સ એક્ટની કલમ 29(B) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો, જે વ્યક્તિ પાસે તેને રાખવાની કાયદેસરની પરવાનગી છે કે કેમ તેની ખાતરી કર્યા વિના કોઈને હથિયાર સોંપવાના ગુના સાથે સંબંધિત છે. વિગતવાર ઓર્ડર મંગળવારે ઉપલબ્ધ થયો.

જણાવી દઈએ કે મોરિસ નોરોન્હા ઘણા કેસોમાં આરોપી છે, અગાઉ  તેની બળાત્કારના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને તેણે લગભગ પાંચ મહિના જેલના સળિયા પાછળ વિતાવ્યા હતા. તેની પત્નીએ પોલીસને પુછપરછમાં જણાવ્યું હતું કે નોરોન્હા અને ઘોસાલકર વચ્ચે ઝઘડો થયો હતો. નોરોન્હાને શંકા હતી કે ઘોસાલકરે તેને બળાત્કારના કેસમાં ફસાવ્યો હતો.

 

Eknath Shinde: દિલ્હીમાં હાઈ-લેવલ મુલાકાત: PM મોદી ને મળ્યા બાદ એકનાથ શિંદેનું મોટું નિવેદન
Mumbai police bravery: પોલીસ જવાનની બહાદુરી: ચાકુ હુમલામાં ઘેરાયેલી યુવતીનો બચાવ, તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ
Devendra Fadnavis: ફડણવીસના ‘એક નિવેદન’થી ખળભળાટ: મહારાષ્ટ્રના રાજકારણમાં શિંદે અને અજિત જૂથ હવે કયો રસ્તો અપનાવશે?
Antilia: ‘એન્ટિલિયા’ કરતાં વધુ મોંઘી અને ઊંચી! મુંબઈમાં બની રહેલી આ ગગનચુંબી ઇમારત વિશે જાણો.
Exit mobile version