ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 નવેમ્બર 2021
શનિવાર.
વિધાનપરિષદની છ બેઠકો માટે આગામી 10 ડિસેમ્બરના ચૂંટણી થવાની છે. આ ચૂંટણી માટે શિવસેના અને ભાજપ બંનેએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે.
શિવસેનાએ મુંબઈ મહાનગરપાલિકા સ્થાનિક સ્વરાજ સંસ્થા મતદારસંઘમાથી ભૂતપૂર્વ વિધાનસભ્ય સુનિલ શિંદેનું નામ જાહેર કર્યુ છે. વિધાનસભાની ચૂંટણીમાં આદિત્ય ઠાકરે માટે વરલીની જગ્યા છોડનારા સુનીલ શિંદેએ તેના ઈનામ રૂપે આ ઉમેદવારી આપવામાં આવી છે. આ બેઠક માટે ભૂતપૂર્વ રાજયમંત્રી સચિન અહીરના નામની પણ ચર્ચા ચાલી રહી હતી. શિવસેનાએ અકોલા-બુલઢાણા-વાશીમ મતદારસંઘમાંથી શિવસેનાએ ગોપિકિશન બિજોરિયાને ઉમેદવારી આપી છે. ભાજપે કોંગ્રેસમાંથી ભાજપમા પ્રવેશ કરનારા ભૂતપૂર્વ વિધાનસભ્ય અને ઉત્તર ભારતીય સમાજના નેતા રાજહંસ સિંહને મુંબઈની બેઠક પરથી ઉમેદવારી આપી છે.
સોલાપૂર અને અહમદનગરને બાદ કરતા ચૂંટણી પંચે બાકીની છ જગ્યા માટે 10 ડિસેમ્બરના ચૂંટણી માટે જાહેરાત કરી છે. ત્યારે શિવસેનાએ પોતાના બે ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે.
વિક્રમ ગોખલેએ ગળું ખોંખારીને ફરી એકવાર કહ્યું. આઝાદી તો 2014માં જ મળી. જાણો પ્રેસ કોન્ફરન્સમાં બીજું શું કહ્યું?
ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી નાકારનારા ચંદ્રશેખર બાવનકુળને નાગપૂરમાંથી ઉમેદવારી આપી છે. તેઓ કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીના નજીકના ગણાય છે. કોલ્હાપુરમાંથી અમલ મહાડિક, ધુળે-નંદુરબારમાંથી અમરીશ પટેલ તો અકોલા-બુલઢાણા-વાશિમમાંથી વસંત ખંડેલવાલને ઉમેદવારી આપી છે. ભાજપ તરફથી ચિત્રા વાધના નામની પણ ચર્ચા ચાલી રહી હતી .
ચૂંટણી માટે ઉમેદવારી દાખલ કરવાની અંતિમ મુદત 23 નવેમ્બર છે. તો 24 નવેમ્બરના સ્ક્રુટીની થશે. 26 નવેમ્બરના અરજી પાછા ખેંચવાની મુદત રહેશે. 10 ડિસેમ્બરના ચૂંટણી થશે.