Site icon

શિવસેનાની પીછેહઠ-દશેરા મેળો શિવાજી પાર્કને બદલે આ મેદાનમાં કરવાની યોજના

News Continuous Bureau | Mumbai

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનું(Chief Minister Eknath Shinde )ગ્રપ દશેરા(Dussera) મેળો શિવાજી પાર્ક(Shivaji Park) મેદાનમાં યોજાશે કે પછી શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે(Shiv Sena President Uddhav Thackeray) યોજશે એ બાબત હજી સ્પષ્ટ થઈ નથી. પરંતુ શિવાજી પાર્કમાં પરવાનગી ન મળી હોય તો ઉદ્ધવ ઠાકરેએ બેકઅપ તરીકે અન્ય સ્થળ  તપાસ્યા હોવાનું જાણવા મળ્યું છે. મળેલ માહિતી મુજબ શિવસેનાએ MMRDAને પત્ર મોકલીને બાંદ્રા કુર્લા સંકુલ(Bandra Kurla Complex) વિસ્તારમાં MMRDA મેદાનમાં ઠાકરેની દશેરાની સભા યોજવાની પરવાનગી માંગી છે. 

Join Our WhatsApp Community

શિવસેનાએ BKC ખાતે દશેરા મેળાનું આયોજન કરવા MMRDAને પત્ર લખ્યો છે. MMRDA એ શહેરી વિકાસ વિભાગ(Department of Urban Development) હેઠળની સરકારી એજન્સી છે. એટલે કે ઠાકરેએ એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના શહેરી વિકાસ વિભાગને પત્ર લખ્યો છે. આ પહેલા શિવાજી પાર્ક મેદાન માટે શિવસેના દ્વારા પત્ર પણ લખવામાં આવ્યો હતો. જોકે હવે શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતે BKC મેદાન માટે પત્ર લખ્યો  હોવાનું જાણવા મળ્યું છે. 

આ સમાચાર પણ વાંચો : મલાડ-મઢમાં ગેરકાયદે સ્ટુડિયો પર મહાનગર પાલિકાની મોટી કાર્યવાહી. હાથ ધરી આ કામગીરી- જાણો વિગતે 

મુંબઈ મહાનગરપાલિકા(BMC) શિવાજી પાર્ક ખાતે શિવસેનાના દશેરાની સભા યોજવા માટે 'પહેલા આવો તેને પ્રાધાન્ય'નો સિદ્ધાંત અપનાવે તેવી શક્યતા છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના જૂથે સોમવારે કહ્યું હતું કે જો શિવાજી પાર્કમાં દશેરા મેળાવડાની મંજૂરી આપવામાં નહીં આવે, તો તેઓ બાંદ્રા-કુર્લા સંકુલના MMRDA મેદાનમાં તેનું આયોજન કરવાની તૈયારી કરી રહ્યા છે. પરંતુ ત્યારબાદ મંગળવારે શિંદે જૂથની બેઠક મળી હતી અને દશેરાનો મેળાવડો શિવાજી પાર્કમાં યોજવાનું નક્કી કરાયું હતું. તેથી ઠાકરે દ્વારા સાવચેતીભર્યું વલણ અપનાવવામાં આવ્યું હોવાનું કહેવાય છે.

આ દરિમયાન શિવસેના દ્વારા એવી સ્પષ્ટતા આપવામાં આવ છે કે "અમે બે જગ્યાએ પરવાનગી માટે અરજી કરી છે – શિવાજી પાર્ક અને BKC. જ્યાં પણ પરવાનગી મળશે ત્યાં ભવ્ય દશેરા મેળાવડાનું આયોજન કરવામાં આવશે. અમે તેના માટે કામ શરૂ કરી દીધું છે. જો શિવાજી પાર્કમાં પરવાનગી નહીં મળે તો અમે BKC ખાતે મેળાવડાનું આયોજન કરીશું. પરંતુ અમારી પસંદગી શિવાજી પાર્ક છે. શિવાજી પાર્ક "જો પરવાનગી આપવામાં ન આવે તો અમે મેળાવડાને રદ કરવાનો નિર્ણય લીધો નથી. 
 

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version