Site icon News Continuous Bureau | Mumbai

મહાનગરપાલિકાની શાળામાં ભણવાનો ફાયદો શું? નોકરીમાં પ્રાધાન્યતાનો ફાયદો હોવા છતાં અંગૂઠો દેખાડવામાં આવે છે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 23 જૂન 2021

Join Our WhatsApp Channel

બુધવાર

મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે એથી એને રોકવા પાલિકાની શાળામાં ભણેલા વિદ્યાર્થીઓને પાલિકામાં નોકરી આપવામાં પ્રાધાન્ય આપવાની માગણી થઈ હતી. શિવસેનાના નગરસેવક મંગેશ સાટમકરની આ માગણીને પાલિકા પ્રશાસને જોકે ફગાવી દીધી છે.

પાલિકા પ્રશાસનના કહેવા મુજબ એમ કરવાથી અન્ય શાળામાં ભણેલા વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ શકે છે તથા ભવિષ્યમાં આ મુદ્દો કોર્ટમાં પણ જઈ શકે છે.

શું વાત છે!! કોરોના ગયો અને પરપ્રાંતીય પ્રવાસીઓ મુંબઈ ભણી દોટ મૂકી. આટલા લાખ લોકો આવી ગયા. જાણો વિગત.

અહીં ઉલ્લેખનીય છે પાલિકા પોતાની શાળાઓ માટે દર વર્ષે કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે. એટલુ જ નહીં પણ વધુ ને વધુ વિદ્યાર્થી ભણવા આવે એ માટે અનેક પ્રકારની યોજના અલમમાં મૂકે છે. જેમાં સ્કૂલને લગતી 27 વસ્તુઓ વિદ્યાર્થીઓને મફતમાં આપે છે. બસમાં પ્રવાસ કરવા માટે પાસ આપે છે. બાળકોને મધ્યાહ્ન ભોજન પણ આવે છે. અનેક પ્રકારનાં પ્રોત્સાહન ભથ્થાં આપે છે. છતાં લોકો પોતાનાં બાળકોને પાલિકાની શાળામાં મૂકતાં ખચકાય છે. તેમ જ પાલિકાની શાળામાં ભણ્યા બાદ પણ  પાલિકાની નોકરીમાં પ્રાધાન્યતા મળતી નથી. એથી પાલિકાની શાળામાં બાળકોને ભણાવવાં શા માટે એવી મૂંઝવણ પણ અનેક વાલીઓને હોય છે.

Mumbai Metro Station Bus Fire મુંબઈમાં મેટ્રો સ્ટેશન નીચે બસમાં લાગી ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટાથી મુસાફરોમાં નાસભાગ; ટ્રેન પણ રોકી દેવાઈ
Andheri DN Nagar Housebreaking Theft અંધેરી પૂર્વ અને ડી.એન. નગરમાં ચોરીનો પર્દાફાશ ₹૭.૨૭ લાખના સોનાના દાગીના અને રોકડ સાથે આરોપી ઝડપાયો
MIDC Police MCOCA Action MIDC વિસ્તારમાં ટેરર ફેલાવતી ગેંગનો પર્દાફાશ ‘મોકા’ અંતર્ગત 7 આરોપીઓ ઝડપાયા, ફરાર 4 શખ્સો સામે ગાળિયો કસાયો
Parksite Attempt To Murder Case પાર્કસાઈટ પોલીસ સ્ટેશનના ગુનામાં આરોપીને ૧૦ વર્ષની સખત કેદ, સત્ર અદાલતે ફટકારી આકરી સજા
Exit mobile version