Site icon

ઉત્તર મુંબઈના આ ધારાસભ્યને હનીટ્રેપમાં ફસાવવાનો કારસો. હવે મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન. જાણો વિગત..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 17 ડિસેમ્બર 2021    

Join Our WhatsApp Community

શુક્રવાર.

શિવસેનાના વિધાનસભ્ય પ્રકાશ સુર્વેનો અશ્લીલ મોર્ફિંગ વીડિયો બનાવીને તેમને ધમકી આપીને પૈસા વસૂલવાનો ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે. દહિસર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ એફઆઈઆર કરવામાં આવી છે. 

નેતાઓને હનીટ્રેપમાં ફસાવીને તેમને બ્લેકમેલ કરીને તેમની પાસે લાખો રૂપિયા પડાવવાના અનેક બનાવ બની ગયા છે.  આ અગાઉ શિવસેનાના વિધાનસભ્ય મંગેશ કુદલકરને પણ હનીટ્રેનમાં ફસાવવાનો કેસ બની ચૂકયો છે, જેમાં એક આરોપીની રાજસ્થાન થી ધરપકડ કરવામાં આવી હતી. હવે માગાઠાણે વિધાનસભા વિસ્તારના વિધાનસભ્ય પ્રકાશ સુર્વેને બ્લેકમેલ કરવાનો બનાવ બન્યો છે.

પ્રકાશ સુર્વેએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ 11 નવેમ્બર ના રાતના લગભગ 9.20 વાગે એક અજાણ્યા નંબર પરથી તેમને વોટ્સએપ મેસેજ આવ્યો હતો, જેમાં અજાણ્યા શખ્સે તેમને નમસ્તે કરીને તેઓ કેમ છે એવો સવાલ કર્યો હતો. તેનો તેઓએ કોઈ જવાબ આપ્યો નહોતો. ત્યારબાદ 13 નવેમ્બરના બપોરના ફરી એક વખત તેમને વોટસ એપ પર મેસેજ આવ્યો હતો. 16 નવેમ્બરના રાતના ફરી એક વખત વોટસએપ પરથી મેસેજ આવ્યા બાદ વિડિયો કોલ આવ્યો હતો.

શું બોરીવલી અને ગોરાઈનો પુલ વધુ એક વખત લટકી પડશે? ગોરાઈ ગ્રામવાસીઓએ આ પગલું ભર્યું. જાણો વિગત..

પ્રકાશ સુર્વેના કહેવા મુજબ તેમણે શરૂઆતમાં ફોન ઉઠાવ્યો નહોતો. પરંતુ જયારે તેણે ફોન ઉઠાવ્યો તો એક મહિલા વીડિયો કોલ પર અશ્લીલ હરકતો કરી રહી હોવાનું જણાયુ હતું. તેથી તેમણે તુરંત ફોન કટ કરી નાખ્યો હતો. તે નંબર પરથી વારંવાર તેમને ફોન આવી રહ્યા હતા. તેથી કંટાળીને સુર્વે તેને ફોન ફરી ફોન કર્યો તો પોલીસમાં ફરિયાદ કરવાની ધમકી આપી હતી. 

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Metro 3 Mumbai: BKC થી કફ પરેડ મેટ્રોની રફતાર તેજ! દોઢ કલાકનો પ્રવાસ હવે અડધા કલાકમાં, જાણો કયા સ્ટેશન આવશે અને ટિકિટના ભાવ કેટલા હશે.
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Mangal Prabhat Lodha: કૌશલ્ય વિકાસ એ દેશના વિકાસની ગૂરૂ ચાવી:  મંત્રી લોઢા
Exit mobile version