Site icon

Shocker in Mira Road:મીરા રોડમાં ખળભળાટ: હાઈ-રાઈઝ સોસાયટીમાં મહિલાની કરપીણ હત્યા; અજાણ્યા હુમલાખોરે ઘરમાં ઘૂસી પેટ અને ગળાના ભાગે ઝીંક્યા ચાર ઘા.

Shocker in Mira Road:ચંદ્રેશ એકોર્ડ રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સમાં લોહીલુહાણ ખેલ; કામ કરી રહેલી 40 વર્ષીય મહિલા પર ઘાતકી હુમલો, પોલીસ સીસીટીવી ફૂટેજની તપાસમાં લાગી.

Shocker in Mira Road: 40-Year-Old Domestic Help Brutally Murdered in High-Rise Building; Accused on the Run.

Shocker in Mira Road: 40-Year-Old Domestic Help Brutally Murdered in High-Rise Building; Accused on the Run.

News Continuous Bureau | Mumbai
Shocker in Mira Road:  મુંબઈના મીરા રોડ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કરતી એક હચમચાવનારી ઘટના સામે આવી છે. શહેરના જાણીતા ચંદ્રેશ એકોર્ડ રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સમાં 40 વર્ષીય મહિલાની તીક્ષ્ણ હથિયાર વડે નિર્મમ હત્યા કરવામાં આવી છે. સોસાયટીના ફ્લેટમાં ઘરેલું કામ કરી રહેલી મહિલા પર અજ્ઞાત હુમલાખોરે કરેલા ઘાતકી પ્રહારને કારણે સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ઘટનાની વિગતો મુજબ, મૃતક મહિલા ચંદ્રેશ એકોર્ડના બિલ્ડિંગ નંબર 27 ના અનેક ઘરોમાં ઘરેલું કામ કરતા હતા. જ્યારે તેઓ એક ફ્લેટમાં પોતાનું કામ કરી રહ્યા હતા, ત્યારે એક અજાણ્યો વ્યક્તિ ઘરમાં ઘૂસી આવ્યો હતો. હુમલાખોરે મહિલા પર તીક્ષ્ણ હથિયાર વડે પેટ, છાતી અને ગળાના ભાગે કુલ ચાર જીવલેણ ઘા ઝીંક્યા હતા. હુમલા બાદ મહિલા લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડ્યા હતા અને હુમલાખોર મોકાનો ફાયદો ઉઠાવી ફરાર થઈ ગયો હતો.

હોસ્પિટલ પહોંચતા પહેલા જ નીપજ્યું કરુણ મોત

ગંભીર રીતે ઘવાયેલી મહિલાને તાત્કાલિક નજીકની ગુરુકૃપા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા પહેલા જ રસ્તામાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું અને ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતા જ મીરા રોડ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ અધિકારીઓ અને ફોરેન્સિક ટીમ (Forensic Team) ઘટનાસ્થળે પહોંચી હતી અને પંચનામું કરી પુરાવા એકત્ર કરવાની તજવીજ હાથ ધરી હતી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Malvani Ram Navami Tension: માલવણીમાં રામનવમીની તૈયારીઓ મુદ્દે પોલીસ અને શ્રદ્ધાળુઓ સામસામે: પક્ષપાતી કાર્યવાહીના આક્ષેપોથી ગરમાયું રાજકારણ.

લૂંટ કે અંગત અદાવત? પોલીસની અલગ-અલગ દિશામાં તપાસ

પોલીસ હાલમાં સોસાયટીના એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ અને લિફ્ટના સીસીટીવી ફૂટેજની (CCTV Footage) બારીકાઈથી તપાસ કરી રહી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ લૂંટના ઈરાદે કરવામાં આવેલી હત્યા છે કે કોઈ અંગત અદાવત કે જૂની દુશ્મની આની પાછળ જવાબદાર છે, તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. પોલીસને શંકા છે કે હુમલાખોર પરિચિત હોઈ શકે છે અથવા તેણે અગાઉથી રેકી કરી હશે.

 આરોપીને પકડવા પોલીસની વિવિધ ટીમો કાર્યરત

મીરા ભાયંદર-વસઈ વિરાર (MBVV) પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે કે આરોપીને પકડવા માટે પોલીસની અલગ-અલગ ટીમો બનાવીને વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. સોસાયટીના સિક્યુરિટી ગાર્ડ અને અન્ય રહેવાસીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટનાએ હાઈ-રાઈઝ બિલ્ડિંગોમાં કામ કરતા લોકો અને રહેવાસીઓની સુરક્ષા અંગે ચિંતા વધારી દીધી છે.

Shocker in Jogeshwari: જોગેશ્વરીમાં માનવતા શરમાઈ: માત્ર ₹870 માટે સિગારેટ વેચનાર યુવકને કાર સાથે 100 મીટર સુધી રસ્તા પર ઢસડ્યો.
Malvani Ram Navami Tension: માલવણીમાં રામનવમીની તૈયારીઓ મુદ્દે પોલીસ અને શ્રદ્ધાળુઓ સામસામે: પક્ષપાતી કાર્યવાહીના આક્ષેપોથી ગરમાયું રાજકારણ.
Terror in Thane:ઠાણેમાં વરગાણીના નામે આતંક: ફાળો આપવાની ના પાડતા યુવક પર ચોપર વડે જીવલેણ હુમલો.
Dr.Usha Upadhyay: બ્રહ્માનંદ સહોદર આનંદ કવિતા આપે છે : કવયિત્રી ઉષા ઉપાધ્યાયે ઝરુખોમાં જણાવ્યું
Exit mobile version