ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૪ જૂન ૨૦૨૧
સોમવાર
મુંબઈ શહેરના ઘાટકોપર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની. અહીં રામનિવાસ બિલ્ડિંગના આંગણામાં એક કૂવો હતો. આશ્ચર્યજનક રીતે મહાનગરપાલિકા ની પરવાનગી વિના અડધા કૂવાને પુરી નાખવામાં આવ્યો. તેમજ તેની ઉપર પાર્કિંગની વ્યવસ્થા કરી નંખાઇ. આ જગ્યા પર ડોક્ટર કિરણ જોશી ની ગાડી પાર્ક કરવામાં આવી હતી. જોકે વરસાદને કારણે જમીન ઓછી થઈ જતા અચાનક ભૂવો પડ્યો અને આ ભૂવામાં આખે આખી ગાડી સમાઈ ગઈ. આ વિડીયો વાયરલ થયો હતો.
નાળા સફાઈ બરાબર ન થતા શિવસેનાના ધારાસભ્ય એ કોન્ટ્રાક્ટર પર નાળા નો કચરો નંખાવ્યો અને નાળાના પાણીથી નવડાવી નાખ્યો. જુઓ વિડિયો
ત્યાર બાદ ફાયર બ્રિગેડના અધિકારીઓએ સ્થળ પર પહોંચ્યા અને ૧૨ કલાકની મહેનત પછી તે ગાડી ને બહાર કાઢવામાં આવી. જુઓ ચોંકાવનારા તે બંને વિડીયો…
મુંબઈના ઘાટકોપર માં વિચિત્ર કિસ્સો. પાર્ક કરેલી ગાડી આખેઆખી કૂવામાં 'ગરક' થઈ ગઈ. બહાર પણ કાઢવામાં આવી. જુઓ બે ચોંકાવનારા વીડિયો એક સાથે. #mumbai #monsoon #heavyrain #ghatkopar #Carsink #bmc pic.twitter.com/9BTiVavzyW
— news continuous (@NewsContinuous) June 14, 2021
