ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૬ મે 2021
ગુરૂવાર
આજકાલ મુંબઈ પોલીસ વાળા સોશિયલ મીડિયા પર લખનાર વ્યક્તિ ની વિરુદ્ધમાં ઝપાટાભેર કેસ ફાઇલ કરી નાખે છે. તેમજ વગર કારણે તેમને હેરાન સુધા કરે છે. આવા જ એક કેસ સંદર્ભે મુંબઈ પોલીસને બોમ્બે હાઇકોર્ટની થપ્પડ પડી છે.
વાત એમ છે કે ગત વર્ષે નવી મુંબઈ માં રહેનાર સોનૈના નામની મહિલાએ પરપ્રાંતીય ના મુંબઈ છોડવાના મામલે ટ્વીટ કર્યું હતું. આ ટ્વિટ બાદ મેદાન પોલીસે કેસ દર્જ કર્યો હતો અને મહિલાની વિરુદ્ધમાં ફોજદારી કાર્યવાહી કરી હતી. તે મહિલાએ બોમ્બે હાઈકોર્ટમાં રાવ મૂકી હતી.
મોટા સમાચાર : દિલ્હી પોલીસને મર્ડર કેસમાં ઓલિમ્પિક કુસ્તીબાજ સુશીલ કુમારની તલાશ…
હવે આ કેસ નું જજમેન્ટ આવી ગયું છે. પોતાના જજમેન્ટ માં બોમ્બે હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે કોઈ એક વ્યક્તિના આ ટ્વીટને સામાજિક સમીકરણો બદલાતાં નથી. તેમજ આ ટ્વીટને કાઢી ને બે સમુદાય વચ્ચે ઘર્ષણ કે લડાઈ થઈ નથી. આથી આ મહિલાને આ ટ્વિટમાં દોષી ગણાવીને તેની વિરુદ્ધમાં દંડાત્મક કાર્યવાહી કરવી યોગ્ય નથી.
આમ બોમ્બે હાઈકોર્ટે એક મહિલાને ન્યાય આપ્યો છે.