Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ પોલીસને ઝટકો : ટ્વીટ કરનાર વ્યક્તિના વિરોધમાં એફઆઈઆર રદ કરી, કહ્યું આ ટ્વીટને કારણે કોઈ ધમાલ થઈ નથી.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૬ મે 2021
ગુરૂવાર

આજકાલ મુંબઈ પોલીસ વાળા સોશિયલ મીડિયા પર લખનાર વ્યક્તિ ની વિરુદ્ધમાં ઝપાટાભેર કેસ ફાઇલ કરી નાખે છે. તેમજ વગર કારણે તેમને હેરાન સુધા કરે છે. આવા જ એક કેસ સંદર્ભે મુંબઈ પોલીસને બોમ્બે હાઇકોર્ટની થપ્પડ પડી છે.
વાત એમ છે કે ગત વર્ષે નવી મુંબઈ માં રહેનાર સોનૈના નામની મહિલાએ પરપ્રાંતીય ના મુંબઈ છોડવાના મામલે ટ્વીટ કર્યું હતું.   આ ટ્વિટ બાદ મેદાન પોલીસે કેસ દર્જ કર્યો હતો અને મહિલાની વિરુદ્ધમાં ફોજદારી કાર્યવાહી કરી હતી. તે મહિલાએ બોમ્બે હાઈકોર્ટમાં રાવ મૂકી હતી. 

Join Our WhatsApp Channel

મોટા સમાચાર : દિલ્હી પોલીસને મર્ડર કેસમાં ઓલિમ્પિક કુસ્તીબાજ સુશીલ કુમારની તલાશ…

હવે આ કેસ નું જજમેન્ટ આવી ગયું છે. પોતાના જજમેન્ટ માં બોમ્બે હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે કોઈ એક વ્યક્તિના આ ટ્વીટને સામાજિક સમીકરણો બદલાતાં નથી. તેમજ આ ટ્વીટને કાઢી ને બે સમુદાય વચ્ચે ઘર્ષણ કે લડાઈ થઈ નથી. આથી આ મહિલાને આ ટ્વિટમાં દોષી ગણાવીને તેની વિરુદ્ધમાં દંડાત્મક કાર્યવાહી કરવી યોગ્ય નથી.
આમ બોમ્બે હાઈકોર્ટે એક મહિલાને ન્યાય આપ્યો છે.

Mumbai Property Registrations July જુલાઈ માસમાં મુંબઈમાં ૧૩ હજારથી વધુ પ્રોપર્ટીની નોંધણી થઈ રિયલ એસ્ટેટ માર્કેટમાં જબરદસ્ત ઉછાળો
Ghatkopar College Student ઘાટકોપરમાં વિદ્યાર્થીઓ વચ્ચે વિવાદ સામાન્ય બોલચાલની અદાવતમાં તીક્ષ્ણ હથિયાર બતાવી ધમકી આપતાં ચકચાર
Jogeshwari Police જોગેશ્વરી પોલીસની સરાહનીય કામગીરી ટીશર્ટ પર લખેલા નામની મદદથી ગુમ થયેલા દિવ્યાંગ બાળકનું પરિવાર સાથે કરાવ્યું મિલન
Maharashtra Cyber FIR AI Morphed Videos મહારાષ્ટ્ર સાયબરની કડક કાર્યવાહી વડાપ્રધાન અને કેન્દ્રીય મંત્રીના એઆઈમોર્ફ્ડ વીડિયો મામલે એફઆઈઆર દાખલ
Exit mobile version