Shri Lakshmi Narayan Temple : શ્રી લક્ષ્મી નારાયણ મંદિરની ૧૫૦મી વર્ષગાંઠ, ઉજવણીમાં શામેલ થયા ગૃહમંત્રી અમિત શાહ..

Shri Lakshmi Narayan Temple : ઓપરેશન સિંદૂરથી માતાઓ અને બહેનોને ગર્વ થયો છે - કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

News Continuous Bureau | Mumbai 

Shri Lakshmi Narayan Temple : માધવબાગ ખાતે શ્રી લક્ષ્મી નારાયણ મંદિરનો ૧૫૦મો જયંતિ મહોત્સવ આજે ખૂબ જ ભક્તિ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો. આ ઐતિહાસિક સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી માનનીય શ્રી અમિત શાહ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી માનનીય શ્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી માનનીય શ્રી એકનાથ શિંદેજી મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. આ ખાસ પ્રસંગે, વિધાનસભાના અધ્યક્ષ માનનીય. શ્રી રાહુલ નાર્વેકર, કેબિનેટ મંત્રી અને મલબાર હિલ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય માનનીય. મંગલપ્રભાત લોઢા સહિત મહારાષ્ટ્રના વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અમીત શાહજીએ જણાવ્યું હતું કે   “માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો ૧૧ વર્ષનો કાર્યકાળ સુવર્ણ અક્ષરોમાં લખાશે. મજબૂત ઇચ્છાશક્તિના બળથી, ઘણા વર્ષોથી પડતર ઐતિહાસિક નિર્ણયો તેમના કાર્યકાળ દરમિયાન લેવામાં આવ્યા છે..” આ એક બદલાયેલું ભારત છે, જે આપણી માતાઓ અને બહેનોના ઘરમાં ઘૂસીને તેમના કપાળ પર સિંદૂર લગાવનારાઓને મારી નાખે છે.  આજે, આખું વિશ્વ ‘સિંદૂર’ શબ્દનો અર્થ અને મહત્વ સમજે છે. “ઓપરેશન સિંદૂરથી આપણી માતાઓ અને બહેનોને ગર્વ થયો છે.”

Join Our WhatsApp Community

Shri Lakshmi Narayan Temple 150th anniversary of Shri Lakshmi Narayan Temple, Home Minister Amit Shah joined the celebrations..

 તેમણે ઉમેર્યુ હતું કે મોદીજીના કાર્યકાળમાં, ભારત આજે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવ્યું છે અને મને વિશ્વાસ છે કે આપણે ૨૦૪૭ સુધીમાં વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનીશું. તેમણે માધવબાગ પરિવારને ૧૫૦ વર્ષની સતત સમાજસેવા બદલ અભિનંદન પાઠવ્યા. તેમણે એવું પણ સૂચન કર્યું કે જ્યારે આ સંસ્થા ૨૦૦ વર્ષ પૂર્ણ કરે, ત્યારે તેમાં આપણી માતૃભાષા માટે તાલીમ કેન્દ્ર હોવું જોઈએ, ગીતા, ઉપનિષદ અને વેદોમાં શિક્ષણ આપવું જોઈએ અને આરોગ્ય સેવાઓ પણ પૂરી પાડવી જોઈએ.

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે માધવબાગ લક્ષ્મી નારાયણ મંદિરની સ્થાપનાના ૧૫૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. મને ખૂબ જ આનંદ છે કે મને આદરણીય ગૃહમંત્રી શ્રી અમિત શાહજી સાથે અહીં મુલાકાત લેવાની તક મળી. આ ઉજવણીમાં ફક્ત ભગવાનની મૂર્તિ જ નથી, પરંતુ તેમની ભૌતિક હાજરી પણ છે. તેથી જ અહીં સતત સેવા કાર્ય ચાલી રહ્યું છે. માધવબાગ દ્વારા, ગાય સેવા, સમાજ સેવા સહિત અન્ય પ્રકારના રાહત કાર્ય માટે હંમેશા પહેલ કરવામાં આવી છે. આ દ્વારા, હું સમાજ સેવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપનારાઓને નમન કરું છું અને હું માધવબાગ પરિવારને શુભકામનાઓ પાઠવું છું.”

આ સમાચાર પણ વાંચો : Shri Lakshmi Narayan Temple : માધવબાગમાં શ્રી લક્ષ્મી નારાયણ મંદિરની ૧૫૦ મી વર્ષગાંઠ, ઉજવણીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય અતિથિઓ તરીકે રહેશે ઉપસ્થિત .

આ મહોત્સવની શરૂઆત ખાસ પૂજાથી થઈ, ત્યારબાદ સંગીત નાટક એકેડેમીના પ્રમુખ શ્રીમતી સંધ્યા પુરેચા અને સરફોજી રાજે ભોંસલે સંસ્થા દ્વારા રજૂ કરાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો., જેણે શ્રોતાઓના દિલ જીતી લીધા.  આ કાર્યક્રમનું આયોજન શ્રી લક્ષ્મી નારાયણ મંદિર અને માધવબાગ ચેરિટીના ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.

શ્રી લક્ષ્મી નારાયણ મંદિરની ૧૫૦મી જન્મજયંતિનો ઉત્સવ માત્ર ધાર્મિક ઉજવણી જ નહોતો, પરંતુ શ્રદ્ધા, સમાજ સેવા અને સાંસ્કૃતિક એકતાનું પ્રતીક પણ હતો. તમામ મહાનુભાવોએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે મુંબઈના હૃદયમાં સ્થિત આ પૂજા સ્થળ આવનારી પેઢીઓ માટે તેની પરંપરા અને આધ્યાત્મિક પ્રેરણા જાળવી રાખશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Mumbai Metro: પર્યાવરણપૂરક મુંબઈ મેટ્રો: ‘સ્વચ્છ મુંબઈ’ના સંકલ્પ સાથે ગ્રીન ફ્યુચર તરફની મુસાફરી
Mumbai Local Train: મુંબઈ લોકલ ટ્રેનમાં હોબાળો: ધક્કામુક્કી બાદ બે મહિલાઓ વચ્ચે મારામારી, વીડિયો વાયરલ
Mumbai Police: ડ્રગ્સના નેટવર્ક પર તવાઈ: મુંબઈમાં ‘મોતની ફેક્ટરી’ પકડાઈ, આટલા લોકો ની થઇ ધરપકડ
Eknath Shinde: દિલ્હીમાં હાઈ-લેવલ મુલાકાત: PM મોદી ને મળ્યા બાદ એકનાથ શિંદેનું મોટું નિવેદન
Exit mobile version