Site icon

વીકએન્ડમાં દક્ષિણ મુંબઈ જવાનો છો? તો આ કારણથી ટ્રાફિકમાં ફસાઈ શકો છો. જાણો કેમ?

Mankhurd Thane Travel In Just 5 Minutes Bridge Start From 15 February

Mankhurd-Thane Flyover : ટ્રાફિક જામથી મળશે છુટકારો, ‘આ‘ તારીખથી માનખુર્દથી થાણે માત્ર પાંચ મિનિટમાં જવાશે..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 11 ફેબ્રુઆરી 2022    

Join Our WhatsApp Community

શુક્રવાર.

ઉપગનર અને શહેરને જોડનારા સાયન પુલનું ફરી એક વખત મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશને  સમારકામ હાથમાં લીધું છે. શનિવાર, આવતી કાલથી સાયન પુલનું સમારકામ ચાલુ થવાનું છે, તેથી દર શનિવાર સાંજથી સોમવાર સવાર સુધી વાહનવ્યવહાર માટે આ પુલ બંધ રહેશે.

મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશને બહાર પાડેલી પ્રેસ રિલીઝ મુજબ દર શનિવારે સાંજે પાંચ વાગ્યાથી સોમવાર વહેલી સવાર સુધી સાયન બ્રિજ ટ્રાફિક માટે બંધ રહેશે. આ સમારકામ લગભગ ત્રણ મહિના ચાલવાનું છે. તેથી આ બ્રિજ પરના ટ્રાફિકને સાંજથી સોમવાર સવાર સુધી અન્ય માર્ગે વાળવામાં આવશે.

વાહ!! પર્યટકોને આ તારીખથી ડબલ ડેકર ઓપન બેસ્ટ બસમાં જોવા મળશે મુંબઈનો નજારો; જાણો વિગત

પાંચ ફેબ્રુઆરીથી 11 એપ્રિલ દરમિયાન દર શનિવારથી સોમવાર સવારના છ વાગ્યા  સુધી આ કામ ચાલવાનું છે. તેથી ટ્રાફિકને આ સમયગાળા દરમિયાન ડાયવર્ટ કરવામાં આવશે, જેમાં ડો. બી.એ.રોડના ઉત્તર તરફથી આ ટ્રાફિક ડાઈવર્ટ કરવામાં આવશે. દક્ષિણ તરફથી આવતા ભારે વાહનોને  અરોરો જંકશનથી જમણી તરફ વાળીને આગળથી વડાલા પુલ પાસે જમણી તરફ વાળીને આહુજા પુલ પાસે વાળવામાં આવશે.
અરોરા જંકશન પાસે આવનારા ભારે વાહનો  આદેશ આવે ત્યાં સુધી જમણી તરફથી જ જવાનું રહેશે. દક્ષિણ મુંબઈથી  બીપીટી રોડથી આવનારા વાહનો શિવડી લિંક રોડથી આહુજા પુલ તરફ વળશે.

Mira Bhayandar mini cluster: મીરા-ભાઈંદરમાં ઓછામાં ઓછી ૫ ઈમારતોના ગ્રુપને મળશે ‘મિની ક્લસ્ટર’નો લાભ
MNS protest Mumbai: મુંબઈના ગિરગાંવની ગુજરાતી રેસ્ટોરન્ટમાં મરાઠી ભાષા પરથી MNSનો હંગામો; ૧૫ દિવસમાં કાર્યવાહીની માગણી
Devendra Fadnavis: નવા ફોજદારી કાયદાઓના અમલથી પીડિતોને ન્યાયની ગેરંટી મળશે: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ
Mumbai Airport: આ દિવસે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આટલા કલાકો માટે રહેશે બંધ
Exit mobile version