News Continuous Bureau | Mumbai
આ તમામ દર્દીઓની સ્થિતિ સ્થિર છે. છ દક્ષિણ અને મધ્ય મુંબઈ વોર્ડ– E (ભાયખલા, મઝગાંવ), ડી (તારદેવ, ગિરગામ, વાલકેશ્વર), એફએસ (પરેલ, સેવરી), એફએન (માટુંગા, સાયન), જીએસ (વરલી, લોઅર પરેલ, ફાભદેવી) અને જીએન (ધારાવી) , શિવાજી પાર્ક)ને ઉચ્ચ જોખમ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. મુંબઈમાં આ વર્ષે કોઈ H3N2 અથવા H1N1 મૃત્યુ નોંધાયા નથી.
આરોગ્ય વિભાગ એ જણાવ્યું છે કે જો 24 કલાકની અંદર તાવ ઓછો ન થાય તો સિવિલ હોસ્પિટલોમાં તમામ શંકાસ્પદ કેસોને ઓસેલ્ટામિવીરથી સારવાર આપવામાં આવશે. આ સાથે જ લોકોને તાકીદ કરવામાં આવી છે કે તેઓ પોતાના સ્વાસ્થ્યની સંભાળ લે અને તાવ કે શરદીને ગંભીરતાથી લે તેમજ વહેલામાં વહેલી તકે ઉપચાર કરાવે.
આ સમાચાર પણ વાંચો : આજે છત્રી લીધા વગર ઘરની બહાર નહીં જતા, મુંબઈ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ. જુઓ વિડિયો
