Site icon

બહુપ્રતિક્ષિત મેટ્રો 2A અને 7 શરૂ થયાના ત્રીજા દિવસે મુંબઈ મેટ્રો આ કારણે પડી બંધ, ગુડી પડવા પર સીએમ ઉદ્ધવ ઠાકરેના હસ્તે થયું હતું ઉદ્ઘાટન 

2 crore cumulative ridership reached on Metro 2A and 7

News Continuous Bureau | Mumbai

 આશરે આઠ વર્ષ બાદ ગત શનિવારે ગુડી પડવાના દિવસે મુંબઈમાં બીજી મેટ્રો સેવા શરૂ થઈ છે. મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ બહુપ્રતિક્ષિત મેટ્રો 2A અને 7 (મેટ્રો 2 અને 7) ના પ્રથમ તબક્કાની કામગીરીને લીલી ઝંડી આપી હતી. તે જ સમયે, હવે એવી માહિતી મળી છે કે મુંબઈ મેટ્રોમાં તકનીકી ખામી સર્જાઈ છે, જેના કારણે નવી લાઇનની ટ્રેનોને અસર થઈ છે.

Join Our WhatsApp Community

મુંબઈ મેટ્રોએ ટ્વીટ કરીને કહ્યું છે કે, ટેકનિકલ ખામીના કારણે મુંબઈ મેટ્રો ટ્રેનને માગાથાણે અને આરે વચ્ચે બંધ કરી દેવામાં આવી છે. જોકે મુસાફરો માટે વૈકલ્પિક ટ્રેનની સુવિધા આપવામાં આવી છે. 

ખાનગી યુનિર્સટીઓને લાલ જાજમ પાથરી ગુજરાત સરકારે આપ્યું આમંત્રણ, આ ખાનગી કંપનીને અમદાવાદમાં યુનિવર્સિટી સ્થાપવાની આપી મંજૂરી.. જાણો વિગતે

જેને લઈને મુંબઈગરાઓ દ્વારા હવે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. મુંબઈવાસીઓનું કહેવું છે કે જ્યારે  સાત વર્ષથી રાહ જોવડાવી રહ્યા હતા, ત્યારે હજી સાત મહિના રાહ જોવડાવી લીધી હોત. કામ પૂર્ણ ન થયું હોવા છતાં ઉતાવળમાં ઉદ્ઘાટન કેમ કર્યું?

મુંબઈ મેટ્રોનો પહેલો રૂટ વર્ષ 2014માં વર્સોવાથી ઘાટકોપર સુધી શરૂ કરવામાં આવ્યો હતો. તે પછી બીજા અને ત્રીજા રૂટની મેટ્રો શરૂ થતાં સાત વર્ષ લાગ્યાં. આટલા લાંબા સમય પછી શરૂ કરવા છતાં, પ્રથમ દિવસથી કેટલીક તકનીકી ખામીઓ સામે આવી હતી. જેના કારણે મેટ્રો સેવાઓ બંને દિવસે 10-15 મિનિટ માટે પ્રભાવિત થઈ હતી. મેટ્રો સેવા શરૂ થયાના બે દિવસમાં 3 એપ્રિલ સુધી, 75,000 મુસાફરોએ મુસાફરી કરી હતી.

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version