ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 મે 2021
સોમવાર
કોરોનાથી બચવા માસ્ક પહેરવો આવશ્યક છે. છતાં લોકો માસ્ક પહેરતા નથી. વારંવારની ચેતવણી બાદ પણ લોકો સુધરતા નથી. આવા લોકોને દંડ ફટકારવામાં આવે છે. ગયા એપ્રિલથી દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી માસ્ક વગરના લોકો પાસેથી 55 કરોડ 56 લાખ 21 હજાર 800 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
મુંબઈમાં સૌથી વધુ દંડ કે-વેસ્ટ વૉર્ડ એટલે કે અંધેરી-વેસ્ટમાંથી વસૂલ કરવામાં આવ્યો છે. અહીંથી અત્યાર સુધી 1 લાખ 87 હજાર 810 માસ્ક વગરના લોકોને પકડવામાં આવ્યા છે. તેમની પાસેથી અત્યાર સુધીમાં 3 કરોડ 79 લાખ 95 હજાર 600 રૂપિયાનો દંડ વસૂલ થયો છે. બીજા નંબરે એલ વૉર્ડના કુર્લામાંથી વસૂલ થયો છે. અહીં 1 લાખ 38 હજાર 718 લોકોને દંડવામાં આવ્યા છે. તેમની પાસેથી 2 કરોડ 79 લાખ 13 હજાર 500 રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે.
