Site icon

અરે વાહ, શું વાત છે! મુંબઈની બીએમસી શાળામાં પહેલા જ દિવસે આટલા હજાર વિદ્યાર્થીઓએ આપી હાજરી 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 5 ઓક્ટોબર,  2021 

Join Our WhatsApp Community

મંગળવાર 

કોરોના મહામારીને કારણે લાંબા સમય સુધી બંધ રહ્યા બાદ શાળાઓને સોમવારથી ફરી શરૂ કરવામાં આવી છે.

મુંબઈ મહાનગરપાલિકાની 755 શાળાઓમાં 8 થી 10 ના વર્ગો 4 ઓક્ટોબર 2021થી શરૂ થયા હતા, તેમાં 30,250 વિદ્યાર્થીઓ અને 4,776 શિક્ષકો તેમજ 875 ટીચિંગ સ્ટાફ હાજર રહ્યા હતા. 

વિદ્યાર્થીઓ અને શિક્ષકોનાં પુનરાગમનથી ક્લાસરૂમ્સ ફરી જીવંત બની ગયા છે.

શાળાઓને કોવિડ-19 નિયંત્રણો અને સરકારી ગાઈડલાઈન્સના પાલન સાથે જ ફરી શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ મહાનગરપાલિકાએ 4 ઓક્ટોબરથી મુંબઈમાં વિગતવાર ગાઈડલાઈન્સ હેઠળ 8-12 ધોરણના વર્ગો ફરી શરૂ કરવાની ગત 30 સપ્ટેમ્બરે જાહેરાત કરી હતી. 

Mumbai: કાલબાદેવીના પુનર્વિકાસ માં આ વસ્તુ થી જ શક્ય બનશે સમાધાન, બીએમસીએ શરૂ કરી કાર્યવાહી
Navi Mumbai International Airport: નવી મુંબઈનું પ્રવેશદ્વાર નવા એરપોર્ટને કારણે રોજગારી
Girgaon loot case: ગિરગાંવ આંગળીયા લૂંટ કેસનો આરોપી મધ્યપ્રદેશમાંથી ઝડપાયો, ₹4.88 લાખ રોકડ જપ્ત
Andheri suicide case: અંધેરીમાં ૩૪ વર્ષીય યુવકે કર્યો આપઘાત
Exit mobile version