ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૯ જૂન ૨૦૨૧
શનિવાર
રસીકરણ અભિયાનને વેગ આપવા મુંબઈ મહાનગરપાલિકા એક નવી યોજના ઘડવાનું વિચારી હતી. જે મુજબ રસી મેળવેલા કર્મચારીઓ હવે પૂર્ણ સમય માટે કાર્ય કરી શકશે. કૉર્પોરેટ, મૉલ્સ અને સરકારી કાર્યાલયોમાં રસી અપાઈ છે કે નહિ એ સુનિશ્ચિત કરવા પાલિકા આ યોજના ઘડી રહી છે.
પાલિકાના એક વરિષ્ઠ અધિકારીએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે “કંપનીના રસી લઈ ચૂકેલા કર્મચારીઓ પૂરો સમય અથવા વધુ સમય સુધી કાર્ય કરવાની પરવાનગી આપતી માર્ગદર્શિકા જાહેર કરવાની યોજના બનાવી રહ્યા છીએ.” જોકેહજી આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન પાલિકા તરફથી જાહેર કરાયું નથી.
ઉલ્લેખનીય છે કે રસી લીધા બાદ કોરોના વાયરસથી સંક્રમિત થવાનું જોખમ ઓછું રહે છે. અધિકારીએ ઉમેર્યું હતું કે “પાલિકા બીજા તબક્કાના અનલૉકની માર્ગદર્શિકામાં આ નિયમને સમાવી શકે છે.” જો આમ થાય તો કંપની પોતાના કર્મચારીઓ પાસે પહેલાંની માફક કામ કરાવી શકે છે.