ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 ઑગસ્ટ, 2021
શનિવાર
મહારાષ્ટ્રના મંત્રીમંડળની બેઠકમાં મુંબઈની લોકલ ટ્રેનમાં સામાન્ય નાગરિકોને એન્ટ્રી આપવા સંદર્ભે ચર્ચા થઈ હતી. આ સંદર્ભે વધુ માહિતી આપતા મંત્રી હસન મુશ્રિફે જણાવ્યું હતું કે લોકલ ટ્રેનમાં ગીરદી ટાળવા માટે એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવશે. આ માટે મંત્રીમંડળની બેઠકમાં વિસ્તારથી ચર્ચા થઈ છે. સોમવારે ટાસ્ક ફોર્સની બેઠક મળશે તે નિમિત્તે વધુ ચર્ચા કરવામાં આવશે. કેબિનેટના મંત્રીઓ જેમણે બે વેક્સિન લીધી છે તેમને લોકલ ટ્રેનમાં એન્ટ્રી આપવા સંદર્ભે સહમત છે. પરંતુ આ સંદર્ભે જ્યાં સુધી સરકારે રચેલી ટાસ્ક ફોર્સની ટીમ પોતાનો અભિપ્રાય નહીં આપે ત્યાં સુધી નિર્ણય નહીં થઈ શકે
