Site icon News Continuous Bureau | Mumbai

તો શું ગિરગામ ચોપાટી પર આવેલી આ ૫૦ વર્ષ જૂની અને પ્રખ્યાત હૉટેલ બંધ થશે?જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૮ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Channel

ગુરુવાર

ગિરગામ ચોપાટી પર આવેલી પ્રખ્યાત હૉટેલ હવે બંધ થવાના આરે આવીને ઊભી છે. આ હૉટેલ જે મકાનમાં આવી છે, એ મકાનને મ્હાડાએ જોખમી ઘોષિત કર્યું છે. આ પ્રખ્યાત હૉટેલનું નામ છે ક્રિસ્ટલ રેસ્ટોરાં, જે ૧૯૬૬માં શરૂ થઈ હતી. મ્હાડાએ આ મકાનમાં આવેલાં તમામ ઘરોને ખાલી કરવા જણાવ્યું છે. જોકેરહેવાસીઓએ મ્હાડાની આ નોટિસનો જોરદાર વિરોધ કર્યો છે.

અહીં રહેતા ભાડૂતોએ દાવો કર્યો છે કે આ મકાનનું સમારકામ કરાવી શકાય છે, પરંતુ મ્હાડાએ આ ઇમારતને અતિજોખમી જાહેર કરી મકાન ખાલી કરવાનો આદેશ આપ્યો છે. આ મામલે હવે રહેવાસીઓ સિટી સિવિલ કોર્ટમાં પહોંચી ગયા છે અને મ્હાડાની નોટિસ પર સ્ટે માગ્યો છે. હકીકતે મ્હાડાએ આ મકાનને સી૧ કૅટેગરીમાં મૂક્યું છે, જેનો અર્થ છે કે મકાનનું સમારકામ શક્ય નથી. બીજી તરફ ભાડૂતોએ કરાવેલા સ્ટ્રક્ચરલ રિપૉર્ટ મુજબ મકાન C2B કૅટેગરીમાં છે એટલે કે સમારકામ શક્ય છે.

મોંઘવારીનો વધુ એક ડામ, પેટ્રોલ-ડીઝલમાં કમરતોડ ભાવ વધારા બાદ હવે CNG-PNGના ભાવ પણ ભડકે બળ્યા ; જાણો આજના લેટેસ્ટ ભાવ

ઉલ્લેખનીય છે કે આ વિવાદ વચ્ચે મ્હાડાએ ગયા અઠવાડિયે ભાડૂતોને આપેલી નોટિસમાં જણાવ્યું છે કે જો તમે આ મકાન ખાલી નહિ કરો અને કોઈ દુર્ઘટના થશે તો એના જવાબદાર માત્ર તમે જ હશો. ભાડૂતોનો મત છે કે મ્હાડાએ આ રિપૉર્ટ્સ પોતાની ટેક્નિકલ કમિટી પાસે મોકલવા જોઈએ.

Accused Arrested For Cruel Killing Of Cats બિલાડીઓની નિર્દયતાથી હત્યા કરનાર આરોપી પોલીસના સળિયા પાછળ, આરસીએફ પોલીસે કરી ધરપકડ
ANC Seizes MD Drugs In Jogeshwari એન્ટી નાર્કોટિક્સ સેલની મોટી કાર્યવાહી જોગેશ્વરીમાંથી ૧.૨૬ કરોડની કિંમતના એમડી ડ્રગ્સ સાથે એક પેડલર ઝડપાયો
Chembur Police Case Over False Identity And Assault ધર્મ છુપાવીને યુવતી સાથે દુષ્કર્મ આચરનાર અને બ્લેકમેઈલ કરનાર વિરુદ્ધ ચેંબૂર પોલીસમાં ગુનો દાખલ
DRI Seizes Gold Worth Rs 5.47 Crore ડીઆરઆઈની મોટી કાર્યવાહી ૫.૪૭ કરોડનું સોનું જપ્ત, એરલાઈન્સના કર્મચારીઓ સહિત પાંચ ઝડપાયા
Exit mobile version