Site icon News Continuous Bureau | Mumbai

બાન્દ્રા માઉન્ટ મેરીના ફેરમાં જવું છે- ડોન્ટ વરી બેસ્ટ પ્રશાસને કરી છે આ ખાસ વ્યવસ્થા

News Continuous Bureau | Mumbai

બે વર્ષના ગાળા બાદ આ વર્ષે યોજાયેલી માઉન્ટ મેરી(Mount Mary)ની જાત્રામાં મોટી સંખ્યામાં મુંબઈગરા (Mumbaikars) ઉમટી રહ્યા છે. રવિવાર ૧૧ સપ્ટેમ્બરથી ૧૮ સપ્ટેમ્બર ચાલનારી બાન્દ્રા(Bandra માં માઉન્ટ મેરીની આ જાત્રામાં લોકોના ઘસારાને પહોંચી વળવા બેસ્ટ પ્રશાસને (BEST Transport) વધારાની બસો(Extra bus) દોડાવી રહી છે.

Join Our WhatsApp Channel

લોકોના ઘસારાને ખાસ કરીને કોલેજિયનોની માનીતા ગણાતા માઉન્ટ મેરીના ફેર(Mount Mary Fare) માં આવી રહ્યા છે. તેથી તેઓ માઉન્ટ મેરી ચર્ચ(Mount Mary Church) માં સરળતાથી પહોંચી શકે તે માટે બેસ્ટ પ્રશાસન દ્વારા સ્પેશિયલ બસ દોડાવવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો : દ્વારકા-શારદા પીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી દેવલોક પામ્યા- આજે આટલા વાગ્યે અહીં કરાશે અંતિમ સંસ્કાર

બેસ્ટ રવિવારથી અઠવાડિયા સુધી બાન્દ્રા(પશ્ચિમ)માં રેલવે સ્ટેશન બહારથી માઉન્ટ મેરી ચર્ચ સુધી વધારાની ૨૬૦ બસ દોડાવશે, જેમાં બસ નંબર – ૨૦૨ લિમિટેડ, ૩૨૧ લિમિટેડ, એ-૩૭૫, ૪૨૨, સી-૭૧ બસનો સમાવેશ થાય છે.

સાથે જ મુંબઈ(Mumbai)ના ઉપનગરમાંથી બાંદ્રા સ્ટેશન તરફ આવનારા મુંબઈગરા માટે જાત્રાના સમયગાળા દરમિયાન સ્પેશિયલ બસ સેવા બાંદ્રા સ્ટેશન અને હિલ રોડ ગાર્ડન દરમિયાન દોડાવવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : કોવિડ વેક્સિન મેકર કંપની એક શેર પર 300ટકા ડિવિડન્ડ આપી રહી છે, રેકોર્ડ ડેટ નજીક છે

MPSC Paper Leak Mumbai Crime Branch એમપીએસસી પેપર લીક પ્રકરણમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે વધુ એક વોન્ટેડ આરોપીને ઝડપ્યો, કુલ ધરપકડ ૧૨ પર પહોંચી
Colaba Businessman Share Trading Fraud શેર ટ્રેડિંગના નામે સાયબર ગઠિયાઓએ કોલાબાના વેપારી અને સાથીદાર સાથે ₹૪.૯૨ કરોડની છેતરપિંડી આચરી
Kurla Minor Murder Case પિતાના મિત્રએ ૧૭ વર્ષીય સગીરાનું ગળું દબાવી કરી હત્યા છેડતીનો વિરોધ કરતાં વેલણ વડે કર્યો જીવલેણ હુમલો
Ambernath Infant Kidnapping Solved અંબરનાથમાં ૨૫ દિવસના નવજાત શિશુનું અપહરણ પોલીસે માત્ર ૪ કલાકમાં બાળકને છોડાવ્યું, ૪ મહિલા સહિત ૫ આરોપીઓ ઝડપાયા
Exit mobile version