સારા સમાચારઃ બાંદ્રા ટર્મિનસ અને ભુજ વચ્ચે સાપ્તાહિક આ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડશે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 ફેબ્રુઆરી 2022  

Join Our WhatsApp Community

શુક્રવાર.

પ્રવાસીઓની સુવિધા માટે અને ડીમાન્ડને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલવેએ બાંદ્રા ટર્મિનસ અને ભુજ વચ્ચે  સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. તે માટે સ્પેશિયલ ભાડુ હશે.

વેસ્ટર્ન રેલ્વેના ચીફ પબ્લિક રિલેશન ઓફિસર સુમિત ઠાકુર દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ રિલીઝ મુજબ  ટ્રેન 8 ફેબ્રુઆરીથી 15 માર્ચ 2022 દરમિયાન ટ્રેન નંબર 09003/04 બાંદ્રા ટર્મિનસ – ભુજ સુપરફાસ્ટ સ્પેશિયલ (વીકલી) દોડશે, જે 12 ટ્રિપ્સ કરશે. 

ટ્રેન નંબર 09003 બાંદ્રા ટર્મિનસ – ભુજ સુપરફાસ્ટ સ્પેશિયલ બાંદ્રા ટર્મિનસથી દર મંગળવારે 23.55 કલાકે ઉપડશે અને બીજા દિવસે 14.30 કલાકે ભુજ પહોંચશે. આ ટ્રેન 8મી ફેબ્રુઆરીથી 15મી માર્ચ 2022 સુધી ચાલશે. એ જ પ્રમાણે ટ્રેન નંબર 09004 ભુજ – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ ભુજથી દર બુધવારે 16.40 કલાકે ઉપડશે અને બીજા દિવસે 07.50 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 9મી ફેબ્રુઆરીથી 16મી માર્ચ, 2022 સુધી ચાલશે. 

સાવધાન! શહેરના ગેરકાયદે બાંધકામ પર હવે ચૂકવવો પડશે આટલો પ્રોપર્ટી ટેક્સ; જાણો વિગત

આ ટ્રેન બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ, વિરમગામ, ધ્રાંગધ્રા, સામખિયાળી, ભચાઉ અને ગાંધીધામ સ્ટેશને બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 3-ટાયર અને એસી સિટિંગ કોચનો સમાવેશ થાય છે.

ટ્રેન નંબર 09003 અને 09004નું બુકિંગ 5મી ફેબ્રુઆરી, 2022થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ઉપરની ટ્રેનો સંપૂર્ણપણે આરક્ષિત ટ્રેનો તરીકે ચાલશે. હોલ્ટના સમય અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે સ્પેશિયલ ટ્રેનમાં માત્ર કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરોને જ જવાની પરવાનગી આપવામાં આવશે. 

Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Mumbai Pollution: પ્રદૂષણ પર BMCનો એક્શન પ્લાન: મુંબઈમાં હવા પ્રદૂષણ મામલે 36 સ્થળોની તપાસ, કોર્ટમાં રજૂ થયો વિગતવાર રિપોર્ટ
BMC Elections: મુંબઈના ભવિષ્યનો ફેંસલો! BMC ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાન અને મતગણતરી
Maharashtra Weather:મહારાષ્ટ્રમાં ભારે શીત લહેર! પારો ૫C નીચે ગગડ્યો
Exit mobile version