Site icon

Special Train: તહેવારોને ધ્યાનમાં રાખીને મધ્ય રેલવે દોડાવશે આટલી વધુ વિશેષ ટ્રેન.. જાણો અહીં સ્પેશિયલ ટ્રેનનો સંપૂર્ણ શેડ્યૂલ.. વાંચો વિગતે અહીં..

Special Train: દર વર્ષે તહેવારોમાં લોકો ઘરે ન જવાને કારણે દુઃખી થતા હોય છે. જો આ વખતે પણ તમે ટ્રેનમાં ટિકિટ ન મળવાને કારણે ઘરે જવાનો તમારો પ્લાન કેન્સલ કરી રહ્યા છો, તો રેલવે તરફથી તમારા માટે એક સારા સમાચાર છે. તહેવારને ધ્યાનમાં રાખીને ખાસ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે..

Special Train Central Railways will run 104 more special trains in view of festivals.. Know the complete schedule here….

Special Train Central Railways will run 104 more special trains in view of festivals.. Know the complete schedule here….

News Continuous Bureau | Mumbai 

Special Train: દર વર્ષે તહેવારોમાં ( festivals ) લોકો ઘરે ન જવાને કારણે દુઃખી થતા હોય છે. જો આ વખતે પણ તમે ટ્રેનમાં ટિકિટ ન મળવાને કારણે ઘરે જવાનો તમારો પ્લાન કેન્સલ કરી રહ્યા છો, તો રેલવે તરફથી તમારા માટે એક સારા સમાચાર છે. તહેવારને ધ્યાનમાં રાખીને ખાસ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, ટ્રેનમાં મુસાફરોની વધતી જતી મુસાફરીમાં ટિકિટ ન મળવાના કારણે રેલવેએ ( Railway )  આ નિર્ણય લીધો છે.

Join Our WhatsApp Community

મધ્ય રેલવેએ ( Central Railway ) દશેરા, દિવાળી અને છઠ પૂજા માટે ગામ જનારા મુસાફરો માટે 100થી વધુ વિશેષ ટ્રેન ( special train ) દોડાવશે. આ વિશેષ ટ્રેનમાંથી મુંબઇથી નાગપૂર, મુંબઇથી બલ્હારશાહ અને પુણેથી નાગપૂર દરમિયાન 48 વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે.

મધ્ય રેલવે દ્વારા આપવામાં આવેલ જાણકારી મુજબ ટ્રેન નંબર 02139/02140 સીએએમટી-નાગપૂર દ્વિસાપ્તાહિક સુપરફાસ્ટ વિશેષ ટ્રેન ( Superfast special train )  કુલ 20 વાર દોડશે.

સ્પેશિયલ ટ્રેન શેડ્યુલ..

ટ્રેન નંબર 02139 સુપર ફાસ્ટ સ્પેશીયલ સીએસએમટીથી 19 ઓક્ટોબરથી 20 નવેમ્બર દરમીયાન દર સોમવારે અને ગુરુવારે રાત્રે 12:20 વાગે છૂટશે અને તે જ દિવસે બપોરે 3:30 વાગે નાગપૂર પહોંચશે. ટ્રેન નંબર 02140 સુપરફાસ્ટ સ્પેશીયલ 21 ઓક્ટોબરથી 21 નવેમ્બરના સમયગાળા દરમીયાન મંગળવારે અને શનિવારે બપોરે 1:30 વાગે નાગપૂરથી છૂટશે અને બીજા દિવસે સવારે 4:10 વાગે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસમાં પહોંચશે.

આ સમાચાર પણ વાંચો : CBI Raid: નકલી પાસપોર્ટ કેસમાં CBIની મોટી કાર્યવાહી, બંગાળ અને સિક્કિમમાં આટલા સ્થળો પર દરોડા.. જાણો શું છે આ સમગ્ર મામલો… વાંચો વિગતે અહીં..

ઉપરાંત નાગપૂર-પુણે સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશીયલ દોડશે. જેમાં ટ્રેન નંબર 02144 સુપરફાસ્ટ સ્પેશીયલ 19 ઓક્ટોબર થી 16 નવેમ્બર દરમીયાન દર ગુરુવારે સાંજે 7:40 વાગે નાગપુરથી નિકળશે અને બીજા દિવસે સવારે 11:25 વાગે પુણે પહોંચશે. ટ્રેન નંબર 02143 સુપરફાસ્ટ સ્પેશીયલ 20 ઓક્ટોબરથી 17 નવેમ્બર સુધી દર શુક્રવારે પુણેથી બપોરે 4:10 વાગે છૂટશે અને બીજા દિવસે સવારે 6:30 વાગે નાગપૂર પહોંચશે.

Mumbai Local: મુંબઈ લોકલના પ્રવાસીઓ માટે મોટા સમાચાર: UTS એપ પર પાસની સુવિધા બંધ; હવે આ નવી એપથી જ નીકળશે લોકલનો પાસ.
Neil Somaiya: મુલુંડમાં મોટો ખેલ: કિરીટ સોમૈયાના પુત્ર સામે વિપક્ષી એકતા કે કોઈ ગુપ્ત સમજૂતી? વોર્ડ નં. 107 નું રોચક સમીકરણ
KDMC Election 2026: KDMC ચૂંટણીમાં મતદાન પહેલા જ મહાયુતિનો વિજયધ્વજ: ભાજપ-શિવસેનાના 9 ઉમેદવારો બિનહરીફ વિજેતા; વિરોધ પક્ષો મેદાન છોડી ભાગ્યા.
Bhandup: ભાંડુપ બસ કાંડ: શું બસમાં ખામી હતી કે ડ્રાઇવરની ભૂલ? તપાસમાં થયો મોટો ખુલાસો, BEST એ લીધો આકરો નિર્ણય
Exit mobile version