Site icon

મુંબઈ શહેરમાં જોરદાર ધરપકડ સત્ર શરૂ થયું. 100થી વધુની અટકાયત તેમ જ એક વકીલ પણ પોલીસના તાબામાં. જાણો શું છે મામલો.

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવારના ઘરની બહાર આંદોલન કરનારા સ્ટેટ ટ્રાન્સપોર્ટ (ST)ના કર્મચારીઓના વકીલ અને કહેવાતા ગુરુ ગુણરત્ન સદાવર્તેને મુંબઈ પોલીસે શુક્રવારે મોડી રાતે અટકાયતમાં લીધા હતા. એ અગાઉ પોલીસે આંદોલન કરનારા 104 કર્મચારીઓને પણ તપાસ માટે તાબામાં લીધા હતા. સવાર સુધી ધરપકડનો સિલસિલો ચાલુ જ હોવાનું જાણવા મળ્યું હતું.

આઝાદ મેદાન બાદ સવારથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ખાતે વિરોધ પ્રદર્શન કરી રહેલા એસટી કાર્યકરોએ શુક્રવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવારના નિવાસસ્થાનની બહાર અચાનક વિરોધ પ્રદર્શન કર્યુ હતું. દેખાવકારોએ પથ્થરમારો કરવાની સાથે જ ચપ્પલો પણ ફેંક્યા હતા. શરદ પવારના ઘર પર હુમલાના સંબંધમાં ગાવદેવી પોલીસે એડવોકેટ ગુણરત્ન સદાવર્તેને અટકાયતમાં લીધા હતા. 

આ સમાચાર પણ વાંચો : શરદ પવારના ઘર પર હુમલા પછી ખુદ ઉપમુખ્યમંત્રીએ કબુલ્યું કે મુંબઈ પોલીસની મહેનત અને પ્રયત્ન ઓછા છે. જાણો શું છે સમગ્ર મામલો.

ગુણરત્ન સામે ટોળાને ભડકાવવું, ષડયંત્ર રચવુ જેવા ગુના નોંધી તેમની તપાસ કર્યા બાદ અટકાયતમાં લેવામાં આવ્યા હતા. અટકાયતમાં લીધા બાદ સતત ચાર કલાક સુધી તેમના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ગુણરત્ન સદાવર્તેએ તેમને અટકાયતમાં લેવા પહેલા પોલીસ પર ગંભીર આરોપ પણ કર્યો છે કે તેને કોઈ નોટિસ આપ્યા વિના જ તપાસ માટે અટકાયતમાં લીધો છે. મારી હત્યા થઈ શકે છે, તેના માટે રાજ્યના ગૃહપ્રધાન વળસે પાટીલ જવાબદાર હશે, એવો આરોપ પણ તેમણે કર્યો હોવાનું કહેવાય છે. 

ગુણરત્ની સાથે જ અન્ય લોકોને પણ પોલીસે અટકાયતમાં લીધા હતા. તેમની પૂછપરછ બાદ તેમની પણ ધરપકડ કરવામાં આવે એવી શક્યતા છે.
 

Mumbai crime news: મુંબઈ ક્રાઇમ: ચોકીદાર જ નીકળ્યો ચોરીનો ‘માસ્ટરમાઇન્ડ’!
Mumbai student assault: હોમવર્ક ન કરવા બદલ વિદ્યાર્થિની પર શિક્ષિકાનો અત્યાચાર: મુંબઈમાં ૧૩ વર્ષની બાળકીને લાકડીથી માર માર્યો
Mumbai Murder: ધીમા ઝેરથી મારી નાખવાનો આરોપ: મુંબઈમાં મહિલાના મૃત્યુ કેસમાં સાસરિયાં સહિત આટલા ની થઇ ધરપકડ
Mumbai Metro: પર્યાવરણપૂરક મુંબઈ મેટ્રો: ‘સ્વચ્છ મુંબઈ’ના સંકલ્પ સાથે ગ્રીન ફ્યુચર તરફની મુસાફરી
Exit mobile version