Site icon

ST કર્મચારીઓના આંદોલનથી CST સ્ટેશન પર તણાવભરી પરિસ્થિતિ, મોટી સંખ્યામાં પોલીસ કર્મચારી તહેનાત, જોકે લોકલ ટ્રેનને અસર નહીં. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

આંદોલન પર ઉતરેલા ST કર્મચારીઓએ વહેલી સવારથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ CST પર અંડિગો જમાવી દીધો છે. તેથી હાલ CST પર તણાવભરી પરિસ્થિતિ નિર્માણ થઈ ગઈ છે. સવારનો પીક અવર્સ હોવાથી ઓફિસે જનારા લોકોને એસટી કર્મચારીઓના આંદોલનને કારણે હેરાનગતીનો સામનો કરવો પડી શકે છે. તેમ જ આ આંદોલનનો અસામાજિક તત્વો ફાયદો ન ઉઠાવે તે માટે મોટી માત્રામાં CST સ્ટેશન પોલીસ કર્મચારીઓને તહેનાત કરી દેવામાં આવ્યા હોવાનું ગર્વમેન્ટ રેલવે પોલીસ(GRP)ના ઉચ્ચ અધિકારીએ ન્યુઝ કન્ટીન્યુઝને જણાવ્યું હતું.

Join Our WhatsApp Community

રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવારના ઘર પર શનિવારે થયેલા હુમલાના પ્રકરણમાં ગાવદેવી પોલીસે ST કર્મચારીઓના નેતા એડવોકેટ ગુણરત્ન સદાવર્તેને અટકાયતમાં લીધા હતા. તેથી ઉશ્કેરાયેલા સ્ટેટ ટ્રાન્સપોર્ટ (ST) આઝાદ મેદાનમાં મોડી રાતથી આંદોલન પર ઉતરી પડ્યા હતા, ત્યાંથી પોલીસ દ્વારા તેમને હકેલી કાઢવામાં આવતા તેઓએ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ CST પર અડિંગો જમાવી દીધો છે.

 આ સમાચાર પણ વાંચો : મુંબઈ લોકલ ટ્રેનના મુસાફરો માટે મહત્વના સમાચાર. આજે રાતથી વસઈ રોડ અને ભાયંદર રેલવે સ્ટેશનની વચ્ચે આટલા કલાકનો મેગા બ્લોક રહેશે.

હાલ CST પર પ્લેટફોર્મ નંબર એક પર મોટી સંખ્યામાં ST કર્મચારીઓ બેસીને પોતાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેથી તણાવભરી પરિસ્થિતિ નિર્માણ થઈ ગઈ છે સવારનો પીક અવર્સ હોવાથી મોટી સંખ્યામાં ઓફિસે જનારા લોકો હોય છે. તેથી સામાન્ય નાગરિકોને એસટી કર્મચારીઓના આંદોલનને કારણે હેરાનગતિ નો સામનો કરવો ના પડે તે માટે મોટી માત્રામાં CST સ્ટેશન પોલીસ કર્મચારીઓને તહેનાત કરી દેવામાં આવ્યા છે.

GRPના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે સીએસટી, વડાલા, સહિત અનેક GRP પોલીસ સ્ટેશનનથી પોલીસ બળને CST સ્ટેશન પર તહેનાત કરી દેવામાં આવ્યા છે. અત્યાર સુધી પરિસ્થિતિ નિયંત્રણમાં છે. એસટી કર્મચારીઓએ હાર્બર લાઈનના પ્લેટફોર્મ નંબર એક પર બેઠા છે. તેથી પ્લેટફોર્મ નંબર એક પર આવતા-જતા પ્રવાસીઓને તકલીફ થઈ રહી છે. જોકે અત્યાર સુધી તેઓ શાંતિપૂર્વક બેઠા છે. તો બીજી તરફ એસટી કર્મચારીઓએ પણ ત્યાંથી નહીં હટવાનો દાવો કરી રહ્યા છે.

Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Amit Satam: અમિત સાટમનો ખુલાસો: વિવાદાસ્પદ ‘ખાન’ નિવેદન પર સ્પષ્ટતા, વિપક્ષ પર સાધ્યું નિશાન .
Exit mobile version