Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈની લોકલ ટ્રેન સામાન્ય જનતા માટે શરૂ કરો.. તંત્રને ઊંઘમાંથી જગાડવા પ્રવાસીઓ કરશે ઘંટનાદ આંદોલન..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

14 સપ્ટેમ્બર 2020

મુંબઈના રસ્તાઓ પર પડેલા ખાડા, ટ્રાફિક જામ, બસની ભીડ, વેઇટિંગની લાંબી લાંબી લાઈન જેવી અનેક સમસ્યાઓથી લોકલ રેલ્વે મુસાફરો અટવાયા છે. બીજી બાજુ કોરોનાના ફેલાવાને રોકવા માટે લોકલ ટ્રેન સામાન્ય લોકો માટે બંધ કરાઈ છે. આ બધાં કારણોથી હવે કામ ધંધે જતી સામાન્ય જનતા ત્રસ્ત છે. આથી હવે જનતાએ રેલવે તંત્રને જગાડવા ઘંટનાદ આંદોલન શરૂ કરવાનું નક્કી કર્યું છે. 

વહીવટીતંત્ર મુસાફરો માટે મુંબઈની લાઈફલાઈન સમી લોકલ સેવા તાત્કાલિક શરૂ કરવાની માંગની સતત અવગણના કરી રહ્યું છે. તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી રહી નથી. આથી સ્થાનિક ટ્રાવેલ એસોસિએશનો આક્રમક બન્યા છે. હવે પછીના તબક્કામાં રેલ્વે પેસેન્જર એસોસિએશનો દ્વારા રેલ્વે સ્ટેશનની બહાર ઘંટ વગાડવાનું નકકી કર્યું છે. બીજી તરફ, ઇમર્જન્સી સેવાઓ માટે એક મોટી મૂંઝવણનો સામનો કરી રહી છે. કારણકે ટ્રેનો સ્લો ટ્રેન ના સ્ટેશનો પાર ઉભી રહેતી નથી. જૂન મહિનાથી લોકો ની માંગ સતત વધી રહી છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા કોઈ નીતિગત નિર્ણય લેવામાં આવતા નથી. રેલવે વહીવટીતંત્રએ દાવો કર્યો છે કે રાજ્ય સરકાર નિર્દેશ આપશે તો સંપૂર્ણ ક્ષમતાથી લોકલ ટ્રેનો શરૂ કરી શકાય છે.

આથી મુસાફરોની માંગ છે કે મુંબઇ અને પરાના નાગરિકો માટે તાત્કાલિક લોકલ ટ્રેન શરૂ કરવામાં આવે. પ્રવાસી સંગઠનોએ સ્પષ્ટતા કરી હતી કે આ માટે પ્રવાસી સંગઠન રેલ્વે સ્ટેશનની બહાર ઘંટ વાગડી આંદોલન કરશે. આ સંદર્ભમાં ટ્રાવેલ એસોસિએશનો દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે અને આગામી બેઠકમાં તારીખ નક્કી કરી જાહેર કરવામાં આવશે..

Railway Special Drive Divyang Coach દિવ્યાંગ કોચમાં ઘૂસણખોરી સામે રેલવેની લાલ આંખ ૩૩ અનધિકૃત મુસાફરો ઝડપાયા, ₹૬૬,૦૦૦નો તોતિંગ દંડ ફટકાર્યો!
Seawoods Surprise Ticket Checking Drive સીવુડ્સ દારાવે સ્ટેશને રેલવે તંત્રની તવાઈ સરપ્રાઈઝ ટિકિટ ચેકિંગમાં ૨૩૯ મુસાફરો ઝડપાયા, ₹૧.૧૯ લાખથી વધુનો દંડ વસૂલાયો!
Dahisar Police Recovers Lost Gold Bag દહિસર પોલીસની પ્રશંસનીય કામગીરી રિક્ષામાં ભૂલી ગયેલી ₹૪.૫૦ લાખની સોનાની ચેઇન અને રોકડ ભરેલી બેગ અડધા કલાકમાં પરત અપાવી!
Mankhurd Kidnapped Child Rescued મુંબઈ પોલીસની પ્રશંસનીય કામગીરી માનખુર્દમાંથી અપહરણ થયેલું ૨ વર્ષનું માસૂમ બાળક સહીસલામત મુક્ત, આરોપી દંપતીની ધરપકડ!
Exit mobile version